રાજ્યમાં 35 ફેમિલી કોર્ટ શરૂ કરાઇ,38 લાખથી ઘટી પડતર કેસોની સંખ્યા 18.46લાખ થઇઃપ્રદીપસિંહ જાડેજા

May 27, 2017 03:07 PM IST | Updated on: May 27, 2017 03:07 PM IST

રાજ્યના કાયદાપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ છે કે, રાજ્યના નવા સાત જિલ્લાઓમાં કોર્ટ શરૂ કરવામાં આવી છે.આ ઉપરાંત ચાલુ વર્ષના અંત સુધીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં કોર્ટ શરૂ કરવામાં આવશે.પ્રદીપસિંહ જાડેજાએ  જાહેરાત કરતા કહ્યુ છે કે, મહિલાઓ સંબંધિત કેસોના ઉકેલ માટે રાજ્યમાં 65 જેટલી ફેમિલી કોર્ટ શરૂ કરાશે.

જે અંતર્ગત 35થી વધુ  ફેમિલી કોર્ટ રાજ્યમાં શરૂ કરાઈ છે.આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા દસ વર્ષોમાં પડતર કેસોમાં ઘટાડો થયો છે.વર્ષ 2016ના અંતે 18.46 લાખ પડતર કેસો છે.જ્યારે વર્ષ 2006માં 38 લાખ જેટલા પડતર કેસ હતા.

રાજ્યમાં 35 ફેમિલી કોર્ટ શરૂ કરાઇ,38 લાખથી ઘટી પડતર કેસોની સંખ્યા 18.46લાખ થઇઃપ્રદીપસિંહ જાડેજા

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર