ચાંસલર એન્જેલા મર્કેલ સાથે વાતચીત સારી રહીઃ પીએમ મોદી

May 30, 2017 10:21 AM IST | Updated on: May 30, 2017 10:21 AM IST

વિદેશ પ્રવાસ પર ગયેલા ભારતીય પીએમ નરેન્દ્ર મોદી બર્લિન પાસે જર્મનીના ચાંસલર એજેલા મર્કેલ સાથે ડીનર પાર્ટીમાં પહોચ્યા હતા. જર્મનીના બ્રેડેનબર્ગ જિલ્લામાં સ્થીત 18મી સદીના મહેલ શ્લોસ મીજબર્ગ બાગમાં બંને નેતાઓ સાથે ફરતા જોવા મળ્યા હતા.આ મીટિંગને ખૂબ જ અનઔપચારિક માનવામાં આવે છે.

પીએમ મોદીએ એજેલા મર્કેલ સાથે વાતચીત સારી રહ્યાનું જણાવ્યું હતું. ડિનર પર અનૌપચારિક વાતચીત માટે મળેલા પીએમ મોદીએ કહ્યુ કે બંને વચ્ચે સારી વાતચીત રહી છે. સ્લોસ મીજબર્ગની વિઝિટર બુકમાં મોદીએ સાઇન કરવા સાથે શરૂઆત કરી.આ મુલાકાત પછી મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, વાતચીત ઘણી સારી રહી. નોંધનીય છે કે મોદી જર્મની પછી રશિયા, સ્પેન અને ફ્રાન્સની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તેઓ 20થી વધારે કાર્યક્રમમાં સામેલ રહેશે.

ચાંસલર એન્જેલા મર્કેલ સાથે વાતચીત સારી રહીઃ પીએમ મોદી

સુચવેલા સમાચાર