ભાજપ આંદોલનને તોડી પાડવા PASS કન્વીનરો પર ફરિયાદ કરાવે છેઃ વરૂણ પટેલ

Mar 28, 2017 07:30 PM IST | Updated on: Mar 28, 2017 07:31 PM IST

અમદાવાદઃપાટીદાર સમિતિ દ્વારા આજે ગુજરાતના તમામ જિલ્લા મથકો પર આવેદન આપી અને પાટીદાર અનામત આંદોલનના કન્વિનરો પર ખોટા કેસ કરાતા હોવાનો આરોપ લગાવાયો છે તો આ કેસો ભાજપ દ્વારા આંદોલનને દબાવવા માટે કરાતા હોવાનો પણ પાસ કન્વીનર વરૂણ પટેલે કહ્યુ છે.

varun patel pass

ભાજપ આંદોલનને તોડી પાડવા PASS કન્વીનરો પર ફરિયાદ કરાવે છેઃ વરૂણ પટેલ

અમદાવાદમાં આવેદન આપતા કહેવાયું છે કે, પાટીદાર અનામત આદોલન સમિતિ(પાસ)ના મોટાભાગના કન્વીનરો સામે પોલીસ ફરિયાદો થઇ અને અને જે ભાજપના કહેવાથી થઇ છે.તેની તટસ્થ તપાસ થવી જોઈએ. અમદાવાદમાં પણ પાસ ટીમે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું ત્યારે પાસ પ્રવક્તા વરુણ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપ દ્વારા આંદોલનકારીઓને ટાર્ગેટ બનાવી પ્રાઇવેટ ફરિયાદો કરવામાં આવે છે. તેને રોકવા પાસે રજૂઆત કરી હતી અને ઉગ્ર આંદોલન ની પણ ચીમકી ઉચ્ચારી છે.

બોટાદમાં પણ અપાયું આવેદન પત્ર

છેલા ઘણા સમય થી પાટીદાર આગેવાનો પર ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને પાટીદાર અનામત આદોલન સમિતિ ના હાર્દિક પટેલ અને તેમના સાથીદારો પર છેલા ૧૫ દિવસ થી ભાજપના ઈશારે અનેક પાટીદાર યુવાનો પર ખોટા પોલીસ કેશ કરવામાં આવ્યા છે જેને લઈ આજે બોટાદ માં પાટીદાર યુવાનો દ્વારા આજે બોટાદ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું અને વિરોધ દર્શાવ્યો હતો.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર