હું સીએમની રેસમાં નથી,બધા સમાજને ન્યાય આપવા જીતવું પડશેઃશંકરસિંહ વાઘેલા

Mar 20, 2017 04:39 PM IST | Updated on: Mar 20, 2017 05:55 PM IST

અમદાવાદઃવિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આજે સૌથી મોટુ નિવેદન આપતા કહ્યું હતું કે, હું સીએમની રેસમાં નથી. હું વિધાનસભઆ ચુંટણી સુધી જ છે. રાજકારમમાં ધ્રુવીકરણ 2001થી ચાલે છે. આ ચુંટણી ટર્નિંગ પોઇન્ટ બનવાની છે.

sankarsinh cm nivedan1

જો જીતીશું તો બધા સમાજને ન્યાય મળશે. આ મોટુ નિવેદન કોંગ્રેસ સંમેલનમાં આજે શંકરસિંહ વાઘેલાએ આપ્યું છે. વધુમાં કહ્યુ કે હું મારા-તારાની રેશમાં નથી. કોંગ્રેસનો એક પણ નેતા સીએમ પદ માટે ચુંટણી નથી લડતો.

NCP નેતા પવારની મુલાકાત પર નિવેદનમાં શંકરસિંહે કહ્યુ હતું કે, ભાજપ અને મોદીને બ્રેક કરવા મુલાકાત કરી છે.વધુમાં કહ્યુ કે, દિલ્હી માત્ર કામ માટે ગયો હતો.હવે દિલ્હી તમને પૂછીને જઇશ.

શંકરસિંહ વાઘેલાનું નિવેદન

ગુજરાત કન્વેન્શન હોલ ખાતે કોંગ્રેસની બેઠકમાં આપ્યું નિવેદન

હું સીએમની રેસમાં નથીઃ શંકરસિંહ વાઘેલા

'હું વિધાનસભાની ચૂંટણી સુધી છું'

'NCP નેતા સાથે મુલાકાત કરી છે'

'દિલ્હી માત્ર કામ માટે ગયો હતો'

'હવે દિલ્હી તમને પૂછીને જઇશ'

NCP નેતા પવારની મુલાકાત પર નિવેદન

'ભાજપ પર બ્રેક લગાવવા મુલાકાત કરી છે'

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર