કોંગ્રેસના પોસ્ટર્સમાંથી બાપુ ગાયબ, નથી હવે ઓલ ઇજ વેલ!

May 25, 2017 09:54 AM IST | Updated on: May 25, 2017 09:54 AM IST

ગુજરાત કોંગ્રેસમાં જુથવાદ છે તે માનવું પડે તેવો વધુ એક મુદ્દો જોવા મળ્યો છે. જેમાં હવે તો કોંગ્રેસના પોસ્ટરમાંથી પણ શંકરસિંહ વાઘેલાને હટાવી દેવાયા છે. નોધનીય છે કે, તાજેતરમાં જ શંકરસિંહ વાઘેલા હાઇકમાન્ડથી નારાજ થયા હતા. તેમજ ગુજરાત કોંગ્રેસમાં પણ તેમની અવગણનાની ચર્ચા થઇ રહી છે. તો રાજકિય વિશ્વેષકોનું માનીએ તો જો બાપુ કોંગ્રેસમાં ચુંટણી સમયે નિષ્કીય રહે અથવા તો પક્ષ છોડે તો કોંગ્રેસને મોટું નુકશાન થઇ શકે છે કેમ કે શંકરસિંહ વાઘેલાનો મોટો સમર્થક જુથ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતને આવકાર આપવા માટે લાગેલા પોસ્ટરમાં શંકરસિંહ વાઘેલાને સ્થાન નથી અપાયું.  ગેહલોતે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, શંકરસિંહ અને હૂં સતત સંપર્કમાં છીએ. કોંગ્રેસના આગેવાનોમાં કોઈ વિખવાદ નથી. ભાજપ પોતાનું ઘર સંભાળે .

કોંગ્રેસના પોસ્ટર્સમાંથી બાપુ ગાયબ, નથી હવે ઓલ ઇજ વેલ!

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર