રાજકોટમાં કોંગ્રેસે પાકિસ્તાનનો ઝંડો સળગાવી કર્યો મેચનો વિરોધ

Jun 04, 2017 12:58 PM IST | Updated on: Jun 04, 2017 01:33 PM IST

લંડનના બર્મિધમમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે મેદાને જંગ ખેલાશે. બપોરે 3 કલાકે મુકાબલનાની શરૂઆત થશે. ત્યારે બંને દેશોના પ્રશંસકોની નજર આ મેચ પર ટકેલી રહી છે. જો કે આજે રાજકોટમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા મેચનો વિરોધ કરાયો છે. અને પ્રદર્શન કરી પાકિસ્તાના ઝંડા સળગાવાયા હતા.શહેરના મવડી ચોકડી ખાતે કોંગ્રેસ કાર્યકરોએ પાકિસ્તાનના ઝંડાને સળગાવ્યો  હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આજે ચેમ્પીયન્સ ટ્રોફિ લિગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભિંડત થવાની છે. ત્યારે બંને દેશોની અંદર માહોલ તનાવ પુર્ણ હોઈ તે સ્વભાવિક છે. કારણકે જ્યારે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ છે. ત્યારે ત્યારે બંને દેશો માટે ક્રિકેટનો મેચ એ આન બાન અને શાનનો પ્રશ્ન બની જાઈ છે. ત્યારે આજે બપોરે રમાનાર મેચને લઈને રાજકોટ વાસીઓમાં અભુતપુર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો સવારથી જ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત થઈ ટીમ ઈન્ડિયા જ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

રાજકોટમાં કોંગ્રેસે પાકિસ્તાનનો ઝંડો સળગાવી કર્યો મેચનો વિરોધ

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર