9 દિવસ બાદ બેંગલુરુથી કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા

Aug 07, 2017 10:03 AM IST | Updated on: Aug 07, 2017 10:03 AM IST

અમદાવાદ: કર્ણાટકમાં બેંગલુરુમાં નવ દિવસ રોકાયા બાદ કૉંગ્રેસના તમામ ધારાસભ્યો ગુજરાત પરત ફર્યા છે. રાજ્યસભાની ચૂંટણીનું આવતી કાલે મતદાન છે ત્યારે કાલ સુધી કૉંગી ધારાસભ્યો આણંદમાં રોકાશે. ધારાસભ્યોના આગમનના પગલે તેમના માટે પોલીસ સુરક્ષાની માગ પણ કોંગ્રેસ દ્વારા કરાઇ હતી અને જેના પગલે અમદાવાદ એરપોર્ટ પર પોલીસ ખડકી દેવામાં આવી હતી. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પરિવાર સાથે ધારાસભ્યો ઊજવશે.

આ ધારાસભ્યોને અમદાવાદ લવાયા બાદ આણંદ નજીકના નિજાનંદ ફાર્મ હાઉસમાં રખાયા છે. તા.૮ ઓગસ્ટે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી સુધી આ ધારાસભ્યો આણંદ નજીકના આ ફાર્મ હાઉસમાં જ રહેશે. પોતાના પરિવારજનો સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી પણ ધારાસભ્યો ફાર્મ હાઉસમાં જ કરશે.

9 દિવસ બાદ બેંગલુરુથી કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા

કોંગ્રેસની એક મહત્વની બેઠક હોટલ તાજમાં રવિવારે મોડી રાત્રે મળી હતી. બેઠકમાં અહેમદ પટેલ, પ્રમુખ ભરતસિંહ સોલંકી, શૈલેષ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આણંદના રિસોર્ટમાં રક્ષાબંધન મનાવશે, મતદાનના દિવસે ગાંધીનગર લવાશે.

સુચવેલા સમાચાર