કોંગ્રેસ સાથે 38 વર્ષથી જોડાયેલા કેલ્લાએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે

Nov 15, 2017 05:29 PM IST | Updated on: Nov 15, 2017 06:05 PM IST

અમદાવાદ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય કેલ્લાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. વિજય કેલ્લાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને પત્ર લખી રાજીનામાની જાણ કરી હતી અને પોતે ભાજપમાં જોડાશે તેવો પણ આ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે. વિજય કેલ્લાએ પત્રમાં ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપો લગાવ્યા છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના વખાણ કર્યા છે.

વિજલ કેલ્લાનો પત્ર

કોંગ્રેસ પક્ષ સાથે 38 વર્ષથી જોડાયેલ છું. એન.એસ.યુ.આઇ., યુવક કોંગ્રેસના વિવિધ હોદ્દા પર તેમજ કોંગ્રેસના પ્રદેશ સંગઠનમાં મહામંત્રી, AICCનાં ડેલિગેટ તરીકેની જવાબદારી નિભાવી હતી. તેમજ હાલ કોંગ્રેસની રીલીફ કમિટીના ચેરમેન તરીકે કામ કરી રહ્યો છું. હાલ કોંગ્રેસ પક્ષની સ્થિતિ, અસ્થિર અને ખંડેર જેવી છે. તેના અસ્તિત્વ માટેની આખરી લડાઇ પક્ષ લડી રહ્યો છે.

આગામીવિધાનસભાની ચૂંટણીમાં જીતવા માટે સિદ્ધાંત, વિચારધારા અને પક્ષના વફાદારોને કચરાપેટીમાં ફેંકી દઇ જંગ જીતવા માટે સગવડિયા લગ્ન કરી રહી છે. ગાંધીજીના સિદ્ધાંત, બિનસાંપ્રદાયિકતા અને સમાનત-સમાજવાદ ઉપર રોલર ફેરવી વફાદારોને ગુલામ બનાવી, ગાંધીજીની કોંગ્રેસને પાઇપલાઇનમાં ઉતારી નવા તકવાદી આંગતુકોની સરભરા કરી પક્ષ કોકટાઇલ બની ગયો છે. માધવસિંહસોલંકીની ખામ થીયરીથી પક્ષને ઘણું નુકસાન થયું હતું. આજે તેના વારસદાર તરીકે તમો પણ ખામ થીયરીને નવા સ્વરૂપે ઉમેરો કરી ગુજરાતને પૂરી ન શકાય.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર