મનોહર પારિકરના મુખ્યમંત્રી બનવા મામલે કોંગ્રેસ પહોંચી સુપ્રીમ કોર્ટ

Mar 14, 2017 09:00 AM IST | Updated on: Mar 14, 2017 12:35 PM IST

નવી દિલ્હી #મનોહર પારિકરને ગોવાના મુખ્યમંત્રી બનાવવાના નિર્ણય સામે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ગોવાના રાજ્યપાલ મૃદુલા સિંહાને રવિવારે મોડી રાતે મનોહર પારિકરે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, જેના વિરોધમાં કોંગ્રેસે અરજી દાખલ કરી છે.

ગોવા કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા ચંદ્રકાન્ત કવલેકર દ્વારા કરાયેલી અરજીમાં માંગ કરાઇ છે કે પારિકરને મુખ્યમંત્રી પદના શપથ લેવા પર રોક લગાવવામાં આવે અને રાજ્યપાલ દ્વારા એમને મુખ્યમંત્રી નિયુક્ત કરવાના નિર્ણયને રદ કરવામાં આવે.

ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જે એસ ખેહરના નિવાસે અરજી આપવામાં આવી હતી અને ખેહરે મંગળવારે આજે સુનાવણી કરવા સહમતિ દર્શાવી છે. આ મામલે વિશેષ બેન્ચ દ્વારા આ મામલે સુનાવણી કરાશે કારણ કે હોળીને લઇને સુપ્રીમ કોર્ટમાં એક સપ્તાહ માટે રજાનો માહોલ છે.

આ પહેલા રક્ષા મંત્રી મનોહર પારિકરે રક્ષા મંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે. તે 14 માર્ચ સાંજે પાંચ કલાકે શપથ લેવાના છે. વકીલ દેવદત્ત કામથ તરફથી દાખલ કરાયેલ અરજીમાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી દલીલો કરશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર