વિધાનસભાની તૈયારીઃ કોંગ્રેસમાં 182 બેઠક માટે 1525 ઉમેદવારી ફોર્મ ભરાયા

Jan 04, 2017 08:32 PM IST | Updated on: Jan 04, 2017 08:32 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ભંણકારા વાગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં ઉમેદવારોને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. પક્ષ ટુંક સમયમાં જ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત પણ કરી શકે છે અને સાથે ઘોચમાં પડેલા સંગઠનના માળખાની પણ જાહેરાત થઇ શકે છે. આમ કોંગ્રેસ પક્ષ જાનિયા વગર પોતાના મૂર્તિયાઓ તૈયાર કરવામાં લાગી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી ગમે તે સમયે જાહેર થઇ શકે છે. રાજકીય પક્ષોએ પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે.. ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો માટે કવાયત હાથ ધરી છે.182 બેઠકો માટે 31 ડિસેમ્બરના અંત સુધીમાં કોંગ્રેસ કાર્યલાય ખાતે 1525 જેટલા કાર્યકર્તાઓએ ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી દીધી છે.આ તમામ ફોર્મની ચકાસણી માટે હાઇકમાન્ડ ટુંક સમયમાં જ એક કમિટીની જાહેરાત કરશે અને આ કમિટી ઉમેદવારોની ફાઇનલ લીસ્ટ તૈયાર કરી હાઇ કમાન્ડ સમક્ષ મુકશે.

વિધાનસભાની તૈયારીઃ કોંગ્રેસમાં 182 બેઠક માટે 1525 ઉમેદવારી ફોર્મ ભરાયા

પરંતુ કોંગ્રેસ પક્ષ માટે કહેવાય છે કે જાનિયા વગરના મૂર્તિયા તૈયાર કરવા જેવો ઘાટ સર્જાયો છે.ઉમેદવારોની પસંદગી માટે પ્રક્રિયા શરૂ થવા જઇ રહી છે. અને બીજી બાજુ કોંગ્રેસ પક્ષના સગંઠનના કોઇ ઠેકાણા નથી, તેવા કોંગ્રેસ પ્રભારી વિશ્વાસ આપી રહ્યા છે કે ટુંક સમયમાં ઉમેદવારોની પસંદગી માટે કમિટી બનશે. અને નામોની જાહેરાત કરવામાં આવશે.

કોંગ્રેસ પ્રભારી ગુરુદાસ કામત કહી રહ્યા છે કે, ઉમેદવારી પસંદગી માટે કમિટી બનશે. પરંતુ હજુ સુધી ગુજરાત કોંગ્રેસ પોતાનું સગંઠન મજબૂત કરી શકી નથી. કોંગ્રેસ પક્ષના આંતરિક જૂથવાદના પગલે નવા સંગઠનની પ્રક્રિયા ઘોચમાં પડી છે. પક્ષમાં જ રહેલા સિનિયર નેતાઓ એક બીજાની ટાટીયા ખેંચમાં લાગી ગયા છે અને હાઇકમાન્ડ સમક્ષ મુકાયેલ નવા હોદ્દેદારોની લીસ્ટ ફાઇનલ થવા દેતા નથી.પક્ષમાં જૂથવાદ એટલો વધ્યો છે કે સંગઠન બનાવ્યા પહેલા જ ઉમેદવારો જાહેરાત કરવાની વાત કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર કોંગ્રેસ પક્ષ સત્તાનો સ્વાદ ચાખે છે કે નહીં તે જોવાનું રહે છે.

ફાઇલ તસવીર

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર