તુવેરની તકરારઃસાંસદના આક્ષેપ મુદ્દે કૃષિ મંત્રીના જવાબ જુવો

May 07, 2017 09:59 AM IST | Updated on: May 07, 2017 09:59 AM IST

નર્મદાઃટેકાના ભાવે તુવેર ખરીદીમાં ખેડુતોને થયેલા અન્યાય બાબતે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કરેલા ઘટસ્ફોટ બાદ રાજ્યના કૃષિ મંત્રી ચીમન સાપરિયાએ તેમની વાત ખોટી ઠેરવ્યા બાદ આજે ભરૂચ સાંસદે તેમને વળતો જવાબ આપ્યો હતો કે ચીમનભાઈએ મને ઉતાવળે જવાબ આપ્યો છે.અને મને સાવ ખોટો સાબિત કર્યો છે.આ મારા ભેજા નીંઉપજ નથી પણ કાર્યકર્તાઓ એ કારેલ રજુઆત બાદ મેં આવું કહ્યું છે.

વહીવટીતંત્ર અને જે લોકો આવું કારી રહ્યા છે તે લોકોને પૂછવાની જરૂર ન હતી પણ મને એક વાર પૂછવાની જરૂર હતી.કૃષિ મંત્રીને સાંસદે ખુલ્લો પડકાર ફેંક્યો છે કે તમે એક વાર ભરૂચ નર્મદાની જાતે મુલાકાત લો તો ખ્યાલ આવે કે ખેડૂતો કેમ છેતરાય છે.ડેડીયાપાડામાં એક વેપારી લોકોના પૈસા ડુબાડીને ભાગી ગયો હોવાના અહેવાલ અખબારમા આવ્યા છે.માર્કેટિંગ યાર્ડ જોડે સંકળાયેલા લોકો જ આવું કરી રહ્યા છે.

તુવેરની તકરારઃસાંસદના આક્ષેપ મુદ્દે કૃષિ મંત્રીના જવાબ જુવો

સુચવેલા સમાચાર