યુપી ચુંટણીઃઆખરી તબક્કાનું મતદાન પુર્ણ,11 માર્ચે મત ગણતરી

Mar 08, 2017 07:03 PM IST | Updated on: Mar 08, 2017 07:03 PM IST

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચુંટણીને આખરી તબક્કાનું મતદાન બુધવારે શાંતિપુર્ણ માહોલમાં પુર્ણ થયું છે. આજે મતદાન માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે દરેક ઉમેદવારનું ભાવી ઇવીએમમાં કેદ થયું છે. ઉમેદવારોના ભાવીનો ફેસલો 11 માર્ચે પરિણામ આવ્યે થશે.હવે દરેકની નજર 11 માર્ચ પર રહેલી છે.

યુપીમાં આજે છેલ્લા અને સાતમા તબક્કાના મતદાનમાં પીએમ નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી, કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી મનોજસિંન્હાનો જિલ્લો ગાજીપુર અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહના ગૃહ જનપદ ચંદોલી વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. કુલ આજે 40 સીટ માટે મતદાન યોજાયું હતું.

યુપી ચુંટણીઃઆખરી તબક્કાનું મતદાન પુર્ણ,11 માર્ચે મત ગણતરી

યુપીમાં અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ

7 જિલ્લાની 40 બેઠક પર મતદાન પૂર્ણ

અંતિમ તબક્કામાં 60.03 ટકા મતદાન નોંધાયું

અંતિમ તબક્કામાં 535 ઉમેદવારો હતા મેદાનમાં

535 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ

ચંદૌલીમાં 63.78 ટકા મતદાન

મિર્જાપુરમાં 62.6 ટકા મતદાન

ભદોહીમાં 57.9 ટકા મતદાન

વારાણસીમાં 63 ટકા મતદાન

સોનભદ્રમાં 62.5 ટકા મતદાન

ગાજીપુરમાં 69 ટકા મતદાન

જૌનપુરમાં સાંજે 5 વાગ્યા સુધી 61.35 ટકા મતદાન થયું

સુચવેલા સમાચાર