22 માળની અમદાવાદમાં બંધાશે બીલ્ડિંગ, તમારા શહેરમાં કેટલી મર્યાદા રહેશે જાણો

Jun 06, 2017 10:29 AM IST | Updated on: Jun 06, 2017 10:29 AM IST

ગુજરાત સરકારે સોમવારે રાજ્યભરના શહેરી વિસ્તારોમાં મકાનોના બાંધકામ માટે એકસમાન જીડીસીઆરની જાહેરાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ-કોમન જી.ડી.સી.આર.બનાવવાનુ કામ સરકારે શરુ કર્યુ હતું,જેમાં ડેવલોપર માટે મકાનની ઉંચાઇ કેટલી મળે છે તે મહત્વનું છે.દરેક શહેરમાં અગલ-અગલ હતું.પણ હવે કોમન જી.ડી.સી.આર. બનાવી દીધો છે.

હવે સમગ્ર રાજયમાં આઠ મહાનગર પાલિકા અને તેનો ગ્રામ્ય વિસ્તાર માં શહેરોની વસ્તીના ધોરણે નક્કી થશે.હવે 12 મીટર થી 18 મીટરના રસ્તા 25 મીટર સુધી મળી મંજુરી મળશે. 40 મીટરથી વધુ પહોળા રોડ હોય ત્યા 70 મીટર સુધીના ઉંચાઇ ના મકાનની મંજુરી મળશે. મકાન બાંધકામ માટે રાજ્યની સાત મહાનગરપાલિકાઓ અને 157 નગરપાલિકાઓના જુદા-જુદા નિયમો હતા. જેના સ્થાને હવે એકસમાન નિયમો લાગૂ થયા છે.

22 માળની અમદાવાદમાં બંધાશે બીલ્ડિંગ, તમારા શહેરમાં કેટલી મર્યાદા રહેશે જાણો

- 12 મીટર સુધીના પહોળા રસ્તાઓ પર 15 મીટર ઉંચાઇ વા ળા મકાનની ઉંચાઇ ની મંજુરી મળશે

- સૌરાષ્ટ્ર માં પહોળા રસ્તાઓ ઓછા હોવાથી 12 મીટરની અંદરના પહોળા રસ્તાઓ માટે 15 મીટરની ઉંચાઇ ની મંજુરી મળશે

- 12 થી 18 મીટર રસ્તા માટે સમગ્ર રાજયમાં સમાન મંજુરી મકાનની ઉંચાઇ મળશે

- 1.8 એફ.એસ.આઇ...વિનામુલ્ય અને 0.9 વધારાની એફ.એસ.આઇ.જંત્રીના દરે મળશે

- ભુકંપગ્રસ્ત વિસ્તાર ભુજ-ભચાઉ,માંડવી,ગાંધીધામ માટે વિભાગ અગલ પાડીને 10 મીટરથી વધુ ઉંચાઇ થી વધારે મંજુરી નહી મળે

- ગાંધીનગર મહાનગર અને ગુડા ને કોમન જી.ડી.સી.આર.ના ઉંચાઇ ના નિયમો લાગુ નહી પડે.

- કોમન જી.ડી.સી.આર અંતર્ગત અમદાવાદ,સુરત અને વડોદરા શહેરો માટે એક સમાન જી.ડી.સી.આર લાગુ કરવામાં આવશે

- જ્યારે સૌરાષ્ટ્ર માં રાજકોટ,જૂનાગઢ,ભાવનગર અને જામનગર માટે સમાન જી.ડી.સી.આર રાખવામાં આવ્યા છે.

- દર 10 વર્ષે જી.ડી.સી.આર બનાવવામા આવે છે

- જી.આઇ.ડી.સી.માં પણ નવો જી.ડી.સી.આર.ના નિયમો લાગુ પડશો

- ડી.પી.ન બન્યો હોય તેવી 45 નગરપાલિકાને 16.5મીટરની જ ઉંચાઇ ની મંજુરી મળશે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર