ગુજરાત ATS દ્વારા ઝડપવામાં આવેલ બે આતંકીઓના મામલે CM રૂપાણીએ અહેમદ પટેલના રાજીનામાની માંગ કરી

Oct 28, 2017 11:37 AM IST | Updated on: Oct 28, 2017 12:04 PM IST

ગાંધીનગર: ગુજરાત એટીએસએ આઇએસઆઈએસ સાથે સંકળાયેલા બે આતંકવાદીઓ હોવાના આરોપસર ઝડપી લીધા છે. તે પૈકીનો એક આતંકવાદી મહંમદ કાસીમ ટીમ્બરવાલા, ભરૂચમાં અહેમદ પટેલ સંકળાયેલા છે તે હોસ્પિટલમાં ટેક્નિશિયન તરીકે નોકરી કરતો હોવાનું બહાર આવ્યું છે. મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અહેમદ પટેલને સવાલ પૂછ્યો છે કે, અહેમદ પટેલ જ્યારે હોસ્પિટલના કર્તાધર્તા હતા ત્યારે પ્રકારના વ્યક્તિને કોઈ પણ ખરાઇ કર્યા વિના નોકરી કેમ મળી? સાથે રુપાણીએ માંગ કરી છે કે, અહેમદ પટેલ આઅંગેની જવાબદારી સ્વીકારીને રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામુ આપે.

ahemad_patel

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે ગુજરાત એટીએસ દ્વારા ઝડપવામાં આવેલ બે આતંકીઓમાથી મોહંમદ કાસીમ નામનો એક આતંકી રાજ્યસભાના કોંગ્રસના સાંસદ અહેમદ પટેલ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યુટના ટ્રસ્ટી છે તેમાં ઇકો ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. આ આતંકી અમદાવાદમાં યહુદી ધર્મસ્થાન અને ગુજરાતના ધર્મગ્રુરુઓ પર આતંકવાદી હુમલા કરવાના હતાં. અહેમદ પટેલ આ હોસ્પિટલમાં વર્ષ 2014ના અંત સુધી ટ્રસ્ટ્રી હતા અને તેમણે રાજીનામુ આપ્યું હતું. પરંતુ ત્યાર બાદ આ હોસ્પિટ્લના નવીનીકરણ બાદ ઉદ્ધાટન માટે તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આમંત્રણ આપી બોલાવ્યા હતાં. તેથી અહેમદ પટેલે સ્પષ્ટતા કરવી જોઈએ કે આ હોસ્પિટલમાં કામ કરતા આતંકી અંગે તેઓ શું જાણે છે? તથા અહેમદ પટેલે રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામુ આપવું જોઈએ.

આ આક્ષેપોનો જવાબ આપતા સાંસદ અહેમદ પટેલે ટ્વિટ કર્યું હતું કે હું ગુજરાત એટીએસની કામગીરીની પ્રશંસા કરુ છું. ઝડપાયેલા સંદિગ્ધો વિરૂદ્ધ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ભાજપ દ્વારા મારા પર લગાવવામાં આવેલા આક્ષેપ પાયાવિહોણા છે. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે અને તેના પર રાજકારણ ન થવુ જોઈએ.

સુચવેલા સમાચાર