સીએમ આવાસ બહાર સુત્રોચ્ચાર કરતા આંગણવાડી સંચાલકોની અટકાયત

Mar 27, 2017 03:17 PM IST | Updated on: Mar 27, 2017 03:18 PM IST

ગાંધીનગરઃમુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસ સ્થાનની બહાર આંગણવાડી બહેનોએ તેમના પગારમાં વધારો કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર અને દેખાવો યોજ્યા હતા. પોલીસે દેખાવો યોજનાર મહિલાઓની અટકાયત કરી હતી.ત્યારે બીજી તરફ ગાંધીનગર પોલીસ દેખાવો બાદ હરકતમાં આવી ગઈ હતી.

cm aavas

સીએમ આવાસ બહાર સુત્રોચ્ચાર કરતા આંગણવાડી સંચાલકોની અટકાયત

પોલીસે ગાંધીનગર તરફ જતા તમામ માર્ગો પર નાકાબંધી  કરીને વાહન ચેકીંગ હાથ ધર્યું હતું.ત્યારે નોંધનીય છે કે મુખ્યપ્રધાન અને પ્રધાનોના નિવાસ સ્થાનનો વિસ્તારમાં ચુસ્ત સલામતી વ્યવસ્થા જાળવવામાં આવતી હોય છે.

સુચવેલા સમાચાર