દશેરાના પર્વ નિમિત્તે મુખ્યપ્રધાને કરી શસ્ત્રપૂજા

Sep 30, 2017 12:13 PM IST | Updated on: Sep 30, 2017 01:10 PM IST

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં આજે વિજયાદશમીનો તહેવાર ઉજવાઇ રહ્યો છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાને પરંપરાગત શસ્ત્રપૂજા કરી હતી. મુખ્યપ્રધાન દ્રારા દર વર્ષે દશેરાના દિવસે શસ્ત્રપૂજા કરવામાં આવતી હોય છે અને રાજ્યની પ્રજાની રક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના થાય છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દશેરાપર્વ નિમિત્તે નિવાસસ્થાને શસ્ત્રપુજાનું આયોજન કરાયું હતું. જેમાં સીએમ રૂપાણીએ શસ્ત્રપુજા કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શસ્ત્રપુજા બાદ કહ્યું કે દશેરામાં પહેલા તલવાર, ભાલા, તીર-કામઠાની પુજા કરવામાં આવતી હતી હવે બ્રહ્માસ્ત્ર જેવા હથિયારની પુજા કરવામાં આવે છે.  શસ્ત્રપુજા પોલીસ અને દળ સુરક્ષા માટે કરવામાં આવે છે.

સુચવેલા સમાચાર