સીએમ રૂપાણીને 19 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવાનું સમન્સ

Apr 12, 2017 07:06 PM IST | Updated on: Apr 12, 2017 07:06 PM IST

રાજકોટઃCM રૂપાણીને કોર્ટનું સમન્સ બજવ્યું છે.વર્ષ 1997માં રાજપા-ભાજપ વચ્ચે થયેલા વિવાદમામલે સમન્સ બજવ્યું છે.રાજકોટમાં બંને પાર્ટી વચ્ચે વિવાદ થયો હતો.સીએમ વિજય રૂપાણીના ઘર પર પથ્થરમારો કરાયો હતો.

પથ્થરમારાના પ્રકરણમાં સીએમ રૂપાણી ફરિયાદી બન્યા હતા.કોર્ટે ફરિયાદીને હાજર રહેવા જણાવ્યું છે.સીએમ રૂપાણીને 19 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવાનું સમન્સ છે.આ કેસમાં આરોપી તરીકે કશ્યપ શુકલ, વિજય ચૌહાણ સહિતના નામો છે.

સીએમ રૂપાણીને 19 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવાનું સમન્સ

સુચવેલા સમાચાર