"જનરલ ડાયસ માફી માંગે"ના સુત્રોચ્ચાર સાથે ગૃહમાં કોંગ્રેસના દેખાવો, સસ્પેન્ડ કરાતા વોક આઉટ

Mar 31, 2017 09:23 AM IST | Updated on: Mar 31, 2017 03:42 PM IST

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરાતા અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે.જેના વિરોધમાં વિધાનસભામાંથી કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વૉકઆઉટ કર્યું હતું.વિરોધ પ્રદર્શન કરતા આજની બંને બેઠકોમાંથી કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરાયા છે. તમામ સભ્યોને અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા છે.

cong maf

વિધાનસભા સત્રમાં ગૃહમાં અધ્યક્ષની વારંવાર વિનંતી છતાં કોંગ્રેસના દેખાવ ચાલુ રખાયા હતા.જનરલ ડાયસ માફી માંગે સાથે કોંગ્રેસના દેખાવો ચાલુ રહ્યા હતા. બેનરો પહેરી વિરોધ કર્યો હતો. અધ્યક્ષે કોંગ્રેસ પર મૂક્યો આરોપ મુકતાઆ કહ્યુ હતું કે, તમારો રાજકીય સ્ટંટ છે.

કોંગ્રેસ રાજકીય નાટક કરે છેઃસીએમ

બીજી તરફ સીએમએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યુ હતું કે,કોંગ્રેસને એમ.બી.શાહ કમિશનના રિપોર્ટમાં રસ નથી.કોંગ્રેસને રાજકીય નાટકો કરવામાં રસ છે.

કોંગ્રેસ પાસે કોઇ મુદ્દા નથી

વિધાનસભા ગૃહમાં હોબાળા મામલે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યુ હતું કે,14 વર્ષના શાસનમાં ગુજરાતને નં-1 તરીકે પ્રસ્થાપિત કર્યું,વિશ્વ કક્ષાએ પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરી છે.કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી.મલિન ઈરાદા પૂરા કરવા કોંગ્રેસ આ બધુ કરે છે.

કોંગ્રેસ ધારાસભ્ય બળવંતસિંહનું નિવેદન

અમે એમ.બી.શાહ કમિશનના રિપોર્ટની માંગણી કરી રહ્યા હતા

સરકારે મજબૂર થઈ રિપોર્ટ રજૂ કર્યો

કોંગ્રેસ આ રિપોર્ટનો અભ્યાસ કરશે

સરકારે મજબૂર થઈ અમારી માંગણીઓ સ્વીકારી

સુચવેલા સમાચાર