દક્ષિણ-પશ્ચિમના પવનોને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો

Apr 30, 2017 02:20 PM IST | Updated on: Apr 30, 2017 02:20 PM IST

ભર ઉનાળે પણ સવારે અને મોડી સાંજે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.પવનની દિશા દક્ષિણ પશ્ચિમની હોવાના કારણે પવન અરબી સમુદ્ર તરફથી ફુકાય રહ્યો છે જેથી પવનમાં ભેજનુ પ્રમાણ વધુ હોવાના કારણે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.મહત્તમ તાપમાન ઘટ્યુ છે પરંતુ ભેજના કારણે બફારો વધુ થય રહ્યો છે.

જો કે હવામાન વિભાગેની આગાહી કરી હતી કે ગરમીનુ પ્રમાણ વધુ રહેશે.પરંતુ એપ્રિલ પણ પુરો થયો અને એપ્રિલ મહિનામાં એક જ સપ્તાહ ગરમીનુ પ્રમાણ વધુ રહ્યુઉનાળાની ઋતુમાં પવનની દિશા ઉતર પૂર્વની હોય છે.પરંતુ ચાલુ વર્ષે ઉનાળામાં મોટા ભાગના દિવસો પવનની દિશા દક્ષિણ પશ્ચિમની રહી છે.જેના કારણે થન્ડરસ્ટ્રોમ પણ આવી રહ્યો છે.

દક્ષિણ-પશ્ચિમના પવનોને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો

કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન પહોચ્યુ છે.તો સાથે સાથે હજુ પણ 48 કલાક દરિયાન બોટાદ,ભાવનગર, અને એમરેલીમાં હવામાન વિભાગે  થન્ડરસ્ટ્રોમની આગાહી કરી છે.થન્ડરસ્ટ્રોમની સ્થિતિમાં પવનની ગતી તેજ બની જાય છે.અને વરસાદ પણ પડે છે.જો કે સૌરાષ્ટ્રના વાતાવરણમાં આવેલા પલટાના કારણે કેરીના પાકને નુકસાન પહોચવાની ભીંતી સેવાઈ રહી છે.વાતાવરણ ઠંડકના કારણે લોકોને ગરમીમાંથી રહાત મળે છે.પરંતુ અવારને અવાર વાતવરણ થતા ફેરફારના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર