વડોદરાઃ5058 નાગરિકોએ એક સફાઇ કરી બનાવ્યો વિશ્વ રેકોર્ડ

May 29, 2017 09:34 AM IST | Updated on: May 29, 2017 09:34 AM IST

છેલ્લા બે મંહિનાથી રવિવારે અકોટા- દાંડિયાબજાર બ્રિજ પર યોજાયેલ રહેલ ફન સ્ટ્રીટનો આજનો કાર્યક્રમ ઐતિહાસિક કાર્યક્રમ બની રહ્યો છે.વડોદરાવાસીઓ આજે મોટી સંખ્યામાં ફન સ્ટ્રીટ કાર્યક્રમમાં ઉમટી પડયા અને એકસાથે મોટી સંખ્યામા નાગરિકોએ સફાઇ અભિયાંનમાં ભાગ લઇને ગીનીશ બુક ઓફ રેર્કોર્ડ સ્થાપિત કર્યો છે.

રવિવારની વેહલી સવારને સંગીતનાં તાલે ઉત્સાહજનક બનાવી વડોદરાવાસીઓએ એક રચનાત્મક કાર્યમાં ભાગ લિઘો હતો. મેકસીકોમાં 2017માં જ બનેલ 1767 નાગરિકો ઘ્વારા કરવામાં આવેલ સફાઇ અભિયાંન નો વિશ્ર્વ રેર્કોડ વડોદરાવાસીઓ તોડી નાંખ્યો હતો. અને વડોદરા એ એક સાથે 5058 નાગરિકોએ સફાઇ અભિયાનમાં ઝાડુ લઇને ભાગ લિધો અને વડોદરાના નામે નોંઘાઇ ગયો ગીનીશ બુક ઓફ વર્લડ રેર્કોર્ડ.

વડોદરાઃ5058 નાગરિકોએ એક સફાઇ કરી બનાવ્યો વિશ્વ રેકોર્ડ

વડોદરાએ ફન સાથે રચનાત્કમ કાર્ય કરવાનાં સંદેશ આપી પોતાનાં નામે વિશ્ર્વ રેક્રોર્ડ સ્થાપિત કરી બીજા શહેરો માંટે પણ ફન સાથે રચનાત્કમ કાર્ય કરવાની પ્રેરણા આપી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર