સાધ્વી જયશ્રીગીરી અમારી હત્યા કરાવી શકે છે,સાગરીત ચિરાગની પત્નીએ માગી સુરક્ષા

Jan 30, 2017 04:24 PM IST | Updated on: Jan 30, 2017 04:25 PM IST

પાલનપુરઃ વડગામ નજીકના મુકતેશ્વર મઠના સાધ્વી જયશ્રીગીરીની કરોડોની બેનામી સંપતી તેમ જ છેતરપિંડી કેસમાં તપાસ શરૂ કરાઇ છે.LCBએ સાધ્વીના સાગરીત ચિરાગ રાવલની  ધરપકડ કરી છે. ચિરાગ રાવલના પરિવારનો આક્ષેપ છે કે, સાધ્વી ધ્વારા બળજબરીપૂર્વક ચિરાગ પાસે વ્યાજનો ધંધો કરાવાતો હતો.કોઈપણ વ્યક્તિ પાસે પૈસાની લેવડદેવડ માટે ચિરાગને સાથે રખાતો હતો.સાધ્વીએ એક મકાન ચિરાગના નામે કર્યુ હતું. ચિરાગ અને તેની પત્નીને મારી ધમકાવીને સાથે રાખતી હતી.

sadhvi1

સાધ્વી જયશ્રીગીરી અમારી હત્યા કરાવી શકે છે,સાગરીત ચિરાગની પત્નીએ માગી સુરક્ષા

સાધ્વી જયશ્રીગીરી પર ચિરાગ રાવલની પત્નીએ ગંભીર આક્ષેપ કરતા કહ્યુ હતું કે,અમારા પાસે કોઈ સંપત્તિ નથી.તમામ સંપત્તિ જયશ્રીગીરીની છે. સાધ્વી 10 ટકાથી ઉંચુ વ્યાજ વસુલતી હતી.ચિરાગ રાવલ સહિત મારા પરિવારને કેટલીએય વાર માર માર્યો છે.સાધ્વી પાસે 4 લોકોની ગેંગ છે.સાધ્વી હાઈકોર્ટ તેમજ પોલીસ વિભાગ સહિત ઉંચા કોન્ટેક ધરાવે છે.

નોધનીય છે કે, પાલનપુરમાં ચિરાગ રાવલના ઘરે ધમકી આપી મારમારતી હતી. ચિરાગ રાવલનો પરિવાર સાધ્વી સામે ફરિયાદ કરવાનો છે. જાનના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગશે અને SPને રજૂઆત કરશે.

ઓડીયો ક્લીપ પણ આવી બહાર

સાધ્વી અને અન્ય એક સાધક ચેતન પંચાલની કથિત ઓડીયો ક્લીપ બહાર આવી છે. જેમાં ગૃહ નિર્માણની જમીન બાબતે પૈસાની લેતીદેતી મામલે વાતચીત કરાઇ રહી છે.જમીનના પૈસાની લેવડદેવડની ઓડિયો ક્લીપમાં વાતચીત છે.જયશ્રીગીરી દ્વારા છેતરપિંડી કર્યા હોવાના ઓડીયો ક્લીપમાં અંશ જોવા મળ્યા છે.

સુચવેલા સમાચાર