મોડાસાઃCIDએ અર્બુદાનું રેકર્ડ-સીપીયુ સીઝ કર્યું,ગાંધીનગર લઇ જવાયું

Mar 22, 2017 10:24 AM IST | Updated on: Mar 22, 2017 10:24 AM IST

મોડાસાઃઅર્બુદા ક્રેડિટ સોસાયટી દ્વારા મોડાસાની બ્રાન્ચના 753 ગ્રાહકો ના 2.80 કરોડ ફસાયા હોવાની ફરિયાદ સંદર્ભે ગાંધીનગર સીઆઇડી ઇકોનોમિક સેલ દ્વારા સર્ચ હાથ ધરી બ્રાન્ચનું તમામ રેકોર્ડ સીપીયુ સીઝ કરી ગાંધીનગર તપાસ અર્થે લઇ જવાયું છે.

મોડાસાઃCIDએ અર્બુદાનું રેકર્ડ-સીપીયુ સીઝ કર્યું,ગાંધીનગર લઇ જવાયું

સમગ્ર ગુજરાતમાં ગ્રાહકોના કરોડો રૂપિયાનું અર્બુડા ક્રેડિટ સોસાયટી દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે આવેલી અર્બુડા ક્રેડિટ સોસાયટી મા મોડાસા તાલુકાના 753 ગ્રાહકોના 2.80 કરોડ રૂપિયા ફસાયા ની ફરિયાદ નોંધાઇ હતી.

જે સંદર્ભે આજે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ ઇકોનોમિક સેલ ના અધિકારી ઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.જેમાં સોસાયટીનું રેકર્ડ તેમજ સીપીયુ સીજ કરાયા બાદ ગાંધીનગર ખાતે તપાસ અર્થે લઇ જવાયું છે. ત્યારે યોગ્ય તપાસ દ્વારા ભોગ બનનાર ગ્રાહકો ને ન્યાય મળે તે જરૂરી છે.

 

સુચવેલા સમાચાર