જાણિતા ગુજરાતી લેખક-સાહિત્યકાર ચીનુ મોદીનું નિધન,ચુવા કવી કહેવાતા

Mar 20, 2017 01:25 PM IST | Updated on: Mar 20, 2017 04:14 PM IST

અમદાવાદઃગુજરાતના જાણીતા લેખક, સાહિત્યકાર ચીનુ મોદીનુ અવસાન થતા સાહિત્ય જગતમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ગુજરાતી સાહિત્યમાં ખુબ જ જાણીતા સાહિત્યકાર, લેખક, કવિ, એવા ચીનુૂ મોદીનું લાબી માંદગી બાદ અવસાન થતા મોટી સંખ્યમાં સાહિત્યકારો, કલાકારો, લેખકો તેમના ઘરે દોડી આવ્યા હતા.

ચીનું મોદીના અવસાનની જાણ થતા તેમના ચાહકોમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. ચીનુ મોદીને ચુવા કવી કહેવામાં આવતા હતા. કારણ કે તેઓ હંમેશા યુવાઓ વચ્ચે રહેતા અને અનેક યુવા કલાકારો, લેખકોને કાંઈ ક નવુ શીખવતા હતા.વજાપૂર ગામ તેમની જન્મ ભૂમિ તેમજ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી. ગુજરાત યુનિવર્સિટીમાંથી BA., LLB, MAઅને પીએચડી સુધીનો અભ્યાસ કર્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર