સેન્ટ્રલ એક્સાઈઝ ઓફિસરનો પત્ની સાથે આપઘાત,પુત્રી સાથે તકરાર બાદ ભર્યું પગલું!

Mar 29, 2017 04:12 PM IST | Updated on: Mar 29, 2017 04:52 PM IST

અમદાવાદઃ શહેરના સુભાષબ્રિજથી નદીમાં ઝંપલાવી સેન્ટ્રલ એક્સાઇઝના ઓફિસરે પત્ની સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.નવા રાણીપ વિસ્તારના તેઓ રહેવાસી હતા. ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢી તપાસ હાથ ધરી છે. ધો.12માં અભ્યાસ કરતી પુત્રી સાથે વાંચવા બાબતે થયેલ તકરાર પછી ચિમનલાલ ફુલવાની અને લક્ષ્મી બેન ફુલવાનીએ આપઘાત કર્યો હોવાનું મનાય છે.

આપઘાત કરનાર દંપતીની પુત્રી સપના ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરે છે. મોડીરાત સુધી તે ઘરે વાંચતી હતી. ત્યારે આ મુદ્દે ચિમનભાઈ અને લક્ષ્મીબેને તેને વહેલી સવારે વાંચવાની સલાહ આપી હતી. આ મુદ્દે દંપતીને પુત્રી સાથે માથાકુટ થઈ હોવાનું કહેવાય છે. જેમાં લાગી આવતા દંપતીએ આપઘાત કરી લીધો છે. જો કે પોલીસે ખરેખર આપઘાત પાછળનું કારણ શું છે તે જાણવા તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર