સુકમાઃજ્યાં વિચાર્યુ ન હતું ત્યાં થયો હુમલો,તીર પર હેન્ડ ગ્રેનેડ લગાવી છોડ્યા

Apr 25, 2017 04:09 PM IST | Updated on: Apr 25, 2017 04:09 PM IST

છત્તીગસઢના સુકમાના બુર્કાપાલમાં સીઆરપીએફ કેપ છે. જ્યાં રોડ બનાવવાનું કામ ચાલી રહ્યુ હતું. સોમવારે સવારે 6 કલાકે સીઆરપીએફની બે ટુકડીઓ સી અને ડી બંને બુર્કાપાલ કેમ્પથી નીકળી હતી. સીઆરપીએફની 74મી બટાલીયનની આ બંને ટુકડીઓમાં કુલ 100 જવાનો હતો.

બંને કંપનીઓ બુર્કાબાલ કેમ્પથી 6 કિલોમીટર દૂર ચિંતાગુફા બાજુ જઇ રહી હતી. અડધા રસ્તા પછી 3 કિલોમીટર પછી જવાનો પાછા વળી રહ્યા હતા.

સુકમાઃજ્યાં વિચાર્યુ ન હતું ત્યાં થયો હુમલો,તીર પર હેન્ડ ગ્રેનેડ લગાવી છોડ્યા

બપોરે 12 વાગ્યા અને 30 મિનિટનો સમય હતો. બેસ કેપ બુર્કાપાલથી સીઆરપીએફ જવાનો માત્ર એક કીલોમીટર દૂર હતા. ત્યારે ઘાત લગાવી બેઠેલા નક્સલિયોએ હુમલો કર્યો હતો.

જ્યાં વિચાર્યુ ન હતું ત્યા જ થયો હુમલો

આ હુમલો ચોકાવનારો હતો. સીઆરપીએફ કેમ્પની નજીક નક્સલી ક્યારેય હુમલો નથી કરતા. આ ગામની નજીકનો વિસ્તાર છે. અહી ઘેરા જંગલ અને નાના-નાના પહાડો છે. આ જગ્યા પર જવાનો પર હુમલો થયો. આ આશંકા કોઇને પણ ન હતી.

રેકી કરતા હતા નક્સલી,ખબર પણ ન પડી

નક્સલીયોએ પહેલા રેકી કરી હતી. જવાન દરરોજ આ પ્રકારે ત્રણ કિલોમીટર દૂર સુધી જતા હતા પછી પાછા ફરતા હતા. સોમવારે પણ નીત્યક્રમ મુજબ ગયા હતા જેવા જવાનો કેમ્પથી એક કીલોમીટર દૂર પહોચ્યા,નક્સલીઓએ પોતાની જાળમાં આવા દીધા પછી પાછળથી ઘેરાબંધી કરી હુમલો કર્યો હતો. જવાનો કંઇ સમજી શકે નક્સલીઓ એ પહેલા હાવી થઇ ગયા હતા.

સ્પોટ પર આવી રીતે થયો હુમલો

ગામથી નજીક સીઆરપીએફ જવાન બે ભાગમાં ચાલી રહ્યા હતા. રસ્તાની બંને બાજુ લેફ્ટ અને રાઇટ સાઇજ 36-36 જવાનો ચાલી રહ્યા હતા. કેટલાક જવાનો મેન રોડ પર ચાલી રહ્યા હતા. લેફ્ટ સાઇડના જવાનો બુરી રીતે ફસાયા હતા. વધુ નુકશાન આમને જ થયું હતું. નક્સલિયોએ એબુસમાં એવી રીતે ફસાવ્યા કે આ એરિયા ક્લીયર કરવા ફોર્સને 5 વાગી ગયા હતા. શહીદ જવાનોના શવ નિકાળવા,ઘાયલોને ખસેડવાનો મોકો પણ ન હતો. રોડ સાઇડ જે જવાનો હતા તેમને ગામ વાળાઓએ ઘેરી લીધા હતા. ગામ અને ઘરોમાં ફાયરિંગ થઇ રી હતી. જવાનોને ચારે બાજુથી ઘેરી ફાયરિંગ કરાયું હતું. દેશી હાથગોળા અને તીરનો ઉપયોગ કરાયો હતો. આ જુની સ્ટાઇલ છે. તીરોની અણી પર હેન્ડ ગ્રેનેડ લગાવી હુમલો કરાયો જેથી શરીરે ટકરાતા બ્લાસ્ટ થઇ જાય છે.

સુચવેલા સમાચાર