છત્તીસગઢમાં નક્સલી હુમલો,CRPFના 24 જવાન શહીદ

Apr 24, 2017 05:05 PM IST | Updated on: Apr 24, 2017 06:56 PM IST

છત્તીસગઢઃછત્તીસગઢમાં નક્સલીઓનો સૌથી મોટો હુમલો સામે આવ્યો છે. છત્તીસગઢના સુકમામાં નક્સલીઓનો હુમલો કર્યો છે જેમાં CRPFના 11 જવાન શહીદ થયા છે. જવાનોના હથિયાર પણ નક્સલીઓએ લૂંટી લીધા છે. આ હુમલા અંગે જાણ થતા વધુ કાર્યવાહી હાથ ધરમાં આવી છે. જો કે બાદમાં ધાયલ વધુ જવાનો શહીદ થતાં મૃત્યુ આંક 24 પર પહોચ્યો છે.જ્યારે 7 જવાન ઘાયલ થયા છે.

sukma naksali humlo

છત્તીસગઢમાં નક્સલી હુમલો,CRPFના 24 જવાન શહીદ

જાણવા મળ્યા મુજબ છત્તીસગઢના ચિંતાગુફા વિસ્તારમાં નક્સલીઓ સાથે બપોરે અથડામણ થઇ હતી. સીઆરપીએફની પેટ્રોલિંગ ટીમ પર હુમલો કરાયો હતો. ઘાયલ જવાનોને હેલિકોપ્ટરથી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.બટાલીયન 74ના જવાનો પર હુમલો થયો છે.

તંતેવાડા રેજ ડીઆઇજી પી.સુંદરરાજએ જવાન શહીદ થયાની પુષ્ટી કરી છે. જો કે અત્યારે બુક્રાપાલમાં અથડામણ ચાલી રહી છે. ઘાયલોને હેલિકોપ્ટરથી રાયપુર સારવાર માટે મોકલાયા છે.

મુખ્યમંત્રી ડો.રમણસિંહએ અથડામણમાં શહીદ જવાનોને લઇ દુખ વ્યક્ત કર્યુ છે. અને દિલ્હીની બધી મિટિંગો રદ કરી અને સાંજે તેઓ હવાઇમાર્ગે રાયપુર પહોચશે. રાત્રે 8 કલાકે સીએમ આવાસ પર ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે.

છત્તીસગઢમાં નક્સલીઓનો સૌથી મોટો હુમલો

સુકમાના બુર્કાપાલમાં CRPF જવાનો પર હુમલો

IED બ્લાસ્ટમાં CRPFના 24 જવાન શહીદ

જવાનોના હથિયાર પણ નક્સલીઓએ લૂંટી લીધા

હુમલામાં અંદાજે 150 નક્સલીઓ સામેલ

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે હુમલા અંગે દુ:ખ વ્યક્ત કર્યુ

રાજનાથસિંહે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પણ અર્પી

ઘટનાને લઈ છત્તીસગઢના CMએ બોલાવી ઈમરજન્સી બેઠક

દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવે પણ ઈમરજન્સી બેઠક બોલાવી

નક્સલીઓને જવાબ આપવાના મુદ્દા પર મહત્વપૂર્ણ બેઠક

ગૃહ રાજ્યપ્રધાન હંસરાજ આહિર સુકમા જશે

CRPFના DG પણ જશે સુકમા

સુચવેલા સમાચાર