અર્જુન એવોર્ડ માટે બીસીસીઆઇએ ચેતેશ્વર પુજારાનું નામ આગળ કર્યું

May 02, 2017 02:28 PM IST | Updated on: May 02, 2017 02:28 PM IST

BCCI દ્વારા અર્જુન એવોર્ડ માટે રાજકોટના ચેતેશ્વર પુજારાનુ નામ નોમિનેટેડ કરવામાં આવ્યુ છે. ચેતશ્વરે હાલમાં જ પુરી થયેલી ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં તેને શાનદાર પરફોર્મન્સ આપ્યુ હતુ. ચાર ટેસ્ટ મેચમાં તેણે 405 જેટલાં રન ફટકાર્યા હતા. તો તે પહેલાની બાંગલાદેશ સામેની સીરીઝમાં તેણે સારૂ પ્રદર્શન આપ્યુ હતુ.

બીસીસીઆઇ દ્વારા ચેતેશ્વરના આજ પરફોર્મન્સને ધ્યાનમાં રાખી તેને અર્જુન એવોર્ડ માટે નોમિનેટેડ કરવામાં આવ્યો છે. ત્યારે પોતાના નોમિનેશન અંગે નેટવર્ક 18 સાથે વાત કરતા ચેતશ્વર પુજારાએ જણાવ્યુ હતુ કે હુ બીસીસીઆઈનો આભારી છુ કે તેને મને આ પ્રકારના એવોર્ડ માટે નોમિનેટેડ કર્યો છે. તો આવનારી શ્રિલંકાની સીરીજ માટે પોતે અત્યારથી જ પ્રેકટીસ કરતો હોવાનુ જણાવ્યુ હતુ.

અર્જુન એવોર્ડ માટે બીસીસીઆઇએ ચેતેશ્વર પુજારાનું નામ આગળ કર્યું

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર