સાધ્વી જયશ્રીગીરી સામે વધુ એક 1.25કરોડની ઠગાઇની ફરિયાદ

Feb 04, 2017 02:30 PM IST | Updated on: Feb 04, 2017 02:30 PM IST

અમદાવાદઃઅમદાવાદમાં સાધ્વી જયશ્રીગીરી વિરુદ્ધ નિકોલ બાદ હવે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં 1.25 કરોડની ઠગાઈ કરી હોવાની ફરિયાદના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે.બનાસકાંઠા જિલ્લાના વડગામ નજીકના મુકતેશ્વર મઠના વિવાદીત સાધ્વી જયશ્રીગીરી સામે વધુ એક ઠગાઇની ફરિયાદ નોધાઇ છે.

જયશ્રીગીરિની ધરપકડ બાદ એક પછી એક કારનામાઓનો પર્દાફાશ થઇ રહ્યો છે.બનાસકાંઠા બાદ અમદાવાદમાં પણ સાધ્વીએ અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું બહાર આવી રહ્યું છે.સાધ્વી જ્યશ્રીગીરીએ ચોટીલાના નવલગીરી ગોસાઈ નામના વ્યક્તિને રૂ 1.25 કરોડનો ચૂનો લગાવ્યો હોવાના આરોપ સાથે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સાધ્વી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ થઇ છે.નવલગીરીએ બરોડાની ગૌરવની જમીન હાઉસિંગમાંથી ક્લિયર કરવા માટે જ્યશ્રીગીરી સાથે રૂ 1.25 કરોડનો સોદો કર્યો હતો. નવલગીરીએ સાસ્ત્રીનગર હાઉસિંગની ઓફિસે 25 લાખ અને શાહિબાગ એનેક્ષી પાસે 1 કરોડ આપ્યા હતા.

સાધ્વી જયશ્રીગીરી સામે વધુ એક 1.25કરોડની ઠગાઇની ફરિયાદ

જો કે સવા કરોડ રૂપીયા આપવા છતાં પણ ફરિયાદીનું કામ ન થતાં તેમણે રૂપીયા પરત માંગ્યા હતાં.પરંતુ વર્ષ 2012થી સાધ્વીએ પૈસા પરત કરવાના વાયદા જ કર્યા જ કરે છે.જેથી ફરિાયાદી નવલગીરિએ તેના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.પોલીસે સાધ્વી અને ફરિયાદીની ઓડિયો કલીપ પણ કબ્જે લીધી. પોલીસે આ કેસમાં સાધ્વી વિરુદ્ધ છેતરપિંડી અને ધમકી આપવાનો ગુનો નોંધાયો છે.

 

સુચવેલા સમાચાર