જલીકટ્ટુઃઆજે અનસન કરશે રહેમાન,શ્રી શ્રી અને સદગુરુએ પણ પ્રતિબંધ હટાવવાની કરી માંગ

Jan 20, 2017 08:51 AM IST | Updated on: Jan 20, 2017 08:51 AM IST

નવી દિલ્હીઃ ઓસ્કર વિજેતા સંગીત નિર્દેશક એ.આર.રહેમાને જાહેરાત કરી છે કે તે નાદિગર સંગમ સદસ્યો સાથે આજે એક દિવસના ઉપવાસ કરશે. આ ઉપવાસ તેઓ જલીકટ્ટુ પર પ્રતિબંધ લગાવાતા કરશે. લોકો સાથે એકજૂટ થઇ વિરોધ પ્રદર્શન કરશે. નાદિગર સંગમ દક્ષિણ ભારતીય કલાકારોનું સંઘ છે. રહેમાને ગુરુવારે ટ્વિટ કર્યુ હતુ કે હું તમિલનાડુની ભાવનાના સમર્થનમાં શુક્રવારે ઉપવાસ કરી રહ્યો છું.

Jallikattu_GE_200117

જલીકટ્ટુઃઆજે અનસન કરશે રહેમાન,શ્રી શ્રી અને સદગુરુએ પણ પ્રતિબંધ હટાવવાની કરી માંગ

તમિલ ફિલ્મ બિરાદરીના કેટલાયે કલાકાર જલીકટ્ટુના સમર્થનમાં ઉપવાસમાં ભાગ લઇ રહ્યા છે. હજારો પુરુષ અને મહિલાઓ જલીકટ્ટુ પર પ્રતિબંધ પાછો ખેચવા માગ કરી રહ્યા છે. તમિલનાડુમાં જલીકટ્ટુના સમર્થનમાં પ્રદર્શન હજુ પણ ચાલુ છે.

મરીન બીચ પર એકઠા થયેલા હજારો લોકોએ યુવતિઓએ સાથે પણ જલીકટ્ટુ પરનો પ્રતિબંધ હટાવવા માગ કરી છે.

તો આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે પણ જલીકટ્ટુ પર લગેલ પાબંદી હટાવવાનું સમર્થન કર્યુ છે. રવિશંકરે કહ્યુ કે હું તમિલનાડુના લોકો સાથે છું. તેમની ભાવનાઓને સમજી શકુ છું. આ ખેલ જાનવરો પ્રત્યે ક્રુરતા નથી કે ન કોઇને નુકશાન કરે છે.

નોધનીય છે કે સુપ્રીમ કોર્ટે જલીકટ્ટુ પર મે 2014માં પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટે કહ્યુ કે બળદને એક પ્રદર્શક જાનવરના રૂપમાં ઉપયોગ ન કરી શકાય. ત્યારથી કેન્દ્ર સરકાર ખેલને અનુમતિ આપવા કદમ ઉઠાવવા લોકો અનુરોધ કરે છે. રાજ્ય સરકાર દ્વારા આ પરંપરાના ખેલના આયોજન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે એક અધ્યાદેશ લાવવા માંગ કરાઇ છે. પરંતુ પ્રધાનમંત્રીએ માંગ પર મૌન સેવ્યું છે. જેથી આશંકા છે કે તમિલનાડુમાં વિરોધ પ્રદર્શન વધુ તેજ થઇ શકે છે.

સુચવેલા સમાચાર