ભારે બહુમતીથી બીજીવાર બન્યા સરપંચ,જશ્નને બદલે માતમ,જાણો કારણ

Apr 11, 2017 04:25 PM IST | Updated on: Apr 11, 2017 05:09 PM IST

મહેસાણાઃ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા વસઇ ગામમાં આજે સરપંચ પદના ઉમેદવાર ચાવડા નિકુલસિંહ તખુસિંહ 1381 મતોથી વીજેતા બન્યા હતા. પરંતુ તેઓ જીતની ખુશી મનાવે તે પહેલા જ તેમનું નિધન થતા સમગ્ર ગામ ઉપરાંત પંથકમાં શોકનો માહોલ છવાયો છે.ચાવડા નિકુલસિંહ તખુસિંહને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો અને ખુશીનાં જશ્ન વચ્ચે કાળ ફરી વળ્યો હતો. મહેસાણા ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા પહેલા જ તેમનું નિધન થયું છે.

sarpanch mot

ભારે બહુમતીથી બીજીવાર બન્યા સરપંચ,જશ્નને બદલે માતમ,જાણો કારણ

વિજાપુરના વસઈ ગામે સતત બીજી ટર્મમાં 1300 થી વધું મતો થી જીત મેળવનાર સરપંચ ચાવડા નિકુલસિહ તખુસિહનું ગામમાં જીતનો જશ્ન માનવતા એકાએક ચક્કર આવતાં મહેસાણા ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં રસ્તામાં જ તેમનુ મોત નીપજતાં હોસ્પિટલનાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.અહિ જીત નો ઉંમન્ગ ઉજવી રહેલા નિકુલસિહનાં મોત થી તેમનાં પરિવાર અને ગામમાં જીતનો જશ્ન માતમમાં ફેરવતા શોક ભર્યું વાતાવરણ છવાઈ ગયું હતુ.

સુચવેલા સમાચાર