જેહાદી ષડ્યંત્ર કેસના આરોપી જાવેદને ત્રણ દિવસના રિમાન્ડ

Feb 06, 2017 02:54 PM IST | Updated on: Feb 06, 2017 02:54 PM IST

અમદાવાદઃજેહાદી ષડ્યંત્ર કેસના આરોપી જાવેદ ઉર્ફે જાવલોને કોર્ટમાં રજૂ કરાયો હતો.કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.ક્રાઈમબ્રાન્ચે આરોપીના 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા.જાવેદ કોની પાસેથી હથિયારો લાવ્યો હતો તેની તપાસ માટે રિમાન્ડ માગ્યા હતા.

ગુજરાત એટીએસ દ્વારા 14 વર્ષથી નાસ્તા ફરતા જેહાદી ષડયંત્રના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ રાજ્યમાં આઈએસઆઈ અને અન્ય આતંકી સંગઠનો દ્વારા જેહાદી ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ. યુવાઓને ગેરમાર્ગે દોરી આતંકી પ્રવુત્તિઓમાં સંકડાવીને પાકિસ્તાન મોકલવામાં આવતા હતા . ત્યારે આ ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસ્તા ફરતા આરોપી જાવેદ ચૌહાણની અેટીએસએ છોટા ઉદેપુર ખાતેથી ધરપકડ કરી છે.

જેહાદી ષડ્યંત્ર કેસના આરોપી જાવેદને ત્રણ દિવસના રિમાન્ડ

જાવેદ અગાઉ જેહાદી ષડયંત્ર 7 હથિયારો પુરા પડ્યા હતા. જાવેદ આતંકીઓનાં સંપર્કમાં રહીને કાવતરું રચતો હતો. હાલ તો એટીએસ દ્વારા જાવેદની વધુ પૂછપરછ કરાઇ રહી છે. જાવેદ એટલા સમય સુધી કોના સંપર્ક માં હતો અને શું કરતો હતો તે અંગે પણ પૂછરપછ હાથ ધરી છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર