મહિલા દિવસે બતાવી હિમ્મત,PSI બન્યા પહેલા જ ગુનેગારોને પુર્યા જેલમાં

Mar 08, 2017 09:14 PM IST | Updated on: Mar 08, 2017 09:14 PM IST

અમદાવાદઃ આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે આજ દિવસે અમદાવાદની યુવતિએ હિંમત બતાવી અને ચાર ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મુસાફર તરીકે રીક્ષામાં બેસાડીને ચોરી કરતી ગેંગએ આ યુવતીની નજર ચુકવીને પર્સમાંથી રૂપીયાની ચોરી કરી અધવચ્ચે જ ઉતારી દીધી હતી.જો કે મહીલાના સાતિર બુદ્ધિએ ગુનેગારોના પ્લાનને સફળ થવા દીધો ન હતો.

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા રક્ષાબેન ચૌધરીએ મહીલા દિવસ પૂર્વે જ તેમની હિમ્મતને બિરદાવવા જેવુ કાર્ય કર્યું છે.સોલામાં રહેતા રક્ષાબેન મંગળવારે તેમના ઘરેથી આંબેડકર લાયબ્રેરી જવા માટે અખબારનગરથી રીક્ષામાં બેઠાતે દરમ્યાન રિક્ષા ચાલકે રક્ષાબેનને વ્યાસવાડી પાસે અધવચ્ચે જ ઉતારી દીધા અને પૈસા લેવાની ના પાડી હતી.જેને આઘારે રક્ષાબેનને શંકા જતા તેમણે તેમની પાસે રહેલુ પર્સ ચેક કર્યુ હતું.

મહિલા દિવસે બતાવી હિમ્મત,PSI બન્યા પહેલા જ ગુનેગારોને પુર્યા જેલમાં

જેમાં રહેલ રોકડ અને પી.એસ.આઈનો કોલ લેટર ગુમ જણાયો હતો.જેને આઘારે રક્ષાબેનને શંકા પડી કે રિક્ષામાં બેઠેલા પેસેન્જરો ધ્વારા જ ચોરી કરવામાં આવ્યુ હશેતુરંત જ અજાણ્યા બાઈક ચાલકની મદદથી પીછો કરીને  રિક્ષાચાલકને પકડી પાડવામાં આવ્યો છે પણ રિક્ષાચાલક અને તેનો સાગરીત ભાગવામાં સફળ થયા હતા.પરંતુ  રિક્ષામાં બેઠેલી બે મહિલા ચોર પેસેન્જર પકડવામાં રક્ષાબેન સફળ થયા અને મહિલાચોરને પોલીસને હવાલે કર્યા છે.

રક્ષા બેનની બહાદુરી થી રીક્ષામા ચોરી કરતી ગેગ પોલીસની કસ્ટડી મા આવી ગઈ છે જેમા બે મહીલા મુમતાઝ શેખ  અને કૃપા શર્મા છે. જે મુળ નરોડાના રહેવાસી છે અને છેલ્લા બે મહીના થી ચોરીના ગુના આચરતા હતા. જો કે આ બે મહીલાની પુછપરછ કરતા તેમના બે સાથીદાર ભાવિક દરજી અને આશમોહમદ મણીયારની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે આ ગેગના તમામ સભ્યોની ધરપકડ કરતા વધુ ગુનાના ભેદ ઉકેલાઈ શકે છે.

હજુ તો માત્ર પી.એસ.આઈ માટેનો કોલ લેટર જ હાથમાં આવ્યો હતો ને એક નહિ બે નહિ પણ 4-4 ગુનેગારોને ઉઘાડા પાડવા માટે યુવતી સફળ થઈ છે. ત્યારે તેમની સચેતતા જ પુરવાર કરે છે તે તે એક કાબીલ મહિલા અધિકારી બની આમ જનતાની સેવા કરશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર