કોલસેન્ટર પ્રકરણમાં 8 આરોપીઓને પાસા કરી જેલમાં ધકેલાયા

Feb 05, 2017 11:55 AM IST | Updated on: Feb 05, 2017 11:55 AM IST

અમદાવાદઃ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા કોલસેન્ટર પર દરોડા બાદ સમગ્ર મામલામાં ઝડપાયેલ 8 આરોપીઓને પાસા કરવામાં આવ્યાં છે.જો કે નવાઇની વાત તો એ છે કે કોલસેન્ટરમાં ઝડપાયેલ આરોપીઓને પ્રથમ વાર પાસા કરવામાં આવ્યાં છે.

લાખનસિંઘ ખેંગાર, કૃપાલ ઠક્કર, તરૂણ મિશ્રા, દિપક આશુદાની, ભૌમિક વાણિયા, રૂચીર, યજ્ઞેશ વિઠ્ઠલપરા તેમજ મૌલિક ત્રિવેદી નામના આરોપીને પાસા હેઠળ અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યાં છે.આ તમામ આરોપીઓમાંથી કેટલાક આરોપીઓ કોલસેન્ટરના માલિક અને પ્રોસેસર તરીકે કામ કરી રહ્યાં હતાં.હાલમાં ક્રાઇમબ્રાન્ચ દ્વારા ગેરકાયદે ચાલતા કોલસેન્ટર મામલામાં અત્યાર સુધીમાં 50 જેટલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે.

કોલસેન્ટર પ્રકરણમાં 8 આરોપીઓને પાસા કરી જેલમાં ધકેલાયા

ફાઇલ તસવીર

સુચવેલા સમાચાર