ભર ઉનાળામાં ઠંડીનો અહેસાસ,દક્ષિણ-પશ્ચિમના પવનોને કારણે વાતાવરણમાં પલટો

Apr 23, 2017 02:02 PM IST | Updated on: Apr 23, 2017 02:02 PM IST

ભર ઉનાળામાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવનો ફુકાતા રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળ છાયા વાતાવરણ સાથે ઠંડા પવનો ફુકાઇ રહ્યા છે જેના કારણે મહત્તમ તાપમાનો પારો ગગડતા લોકોએ કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે.

હજુ પણ આગામી 72 કલાક દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશેજો કે ભારે પવનના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.પરંતુ કેરીના પાકને નુકસાન પહોચવાની ભીતી સેવાય રહી છે.મહત્વપૂર્ણ છે કે સમુદ્રમાંથી પવનો ફુકાવવાના કારણે વાતાવરણમાં ભેજનુ પ્રમાણ વધ્યુ છે.અને રવીવારે વાતાવરણમાં ઠંડક હોવાના કારણે લોકોએ રજાની મજા પણ માણી શકશે.

ભર ઉનાળામાં ઠંડીનો અહેસાસ,દક્ષિણ-પશ્ચિમના પવનોને કારણે વાતાવરણમાં પલટો

સુચવેલા સમાચાર