અમદાવાદઃઘરમાં કોલ સેન્ટર ચલાવતા દંપતીની ધરપકડ

Jan 03, 2017 01:30 PM IST | Updated on: Jan 03, 2017 01:30 PM IST

અમદાવાદઃ ચાંદખેડામાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલવતા દંપતી ની આખરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે . ચાંદખેડા નાં પરમેશ્વર વિભાગ માં સુમિત રાવલ અને નીલિમા રાવલ નામનું આ દંપતી છેલ્લા કેટલાય સમય થી કોલ સેન્ટર ચલ્વતું હતું . ફરાર દંપતી પાસે થી પોલીસે લેપટોપ અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે.

૧૯ ડીસેમ્બર માં રોજ ચાદખેડામાં આવેલ પરમેશ્વર વિભાગ-3માં એફ 302ના ભાડાના મકાનમાં રહીને બોગ્સ કોલ સેન્ટર ચલાવતા પતિ-પત્ની સામે જાણવાજોગ બાદ  છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોધાઇ હતી.જો કે ફરિયાદ દાખલ થઇ હોવાની જાણ થતાં જ પતિ પત્ની ભુગર્ભમાં ચાલ્યા ગયાં હતા.ઘટનાની હકીકત એમ છે કે 16ની ડિસેમ્બરએ પોલીસને બાતમી મળી કે ચાંદખેડાના પરમેશ્વર 3માં પતિ પત્ની ગેરકાયદે કોલસેન્ટર ચલાવી રહ્યાં છે.

અમદાવાદઃઘરમાં કોલ સેન્ટર ચલાવતા દંપતીની ધરપકડ

પોલીસએ દરોડા પાડીને આ બંન્નેને ઝડપી પણ લીધા અને તેમના લેપટોપ તેમજ મેજીક જેક પણ જપ્ત કર્યાં પરંતુ આ સમયે પોલીસએ ગુનો દાખલ કરવાને બદલે જાણવાજોગ નોંધ કરીને આરોપીઓને છોડી દીધા  હતાં.જો કે આ ઘટનાના માત્ર બે દિવસ બાદ પોલીસએ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે.પરંતુ ગુનો દાખલ થતા દંપતી ફરાર થઇ ગયું હતું . ત્યારે પોલીસે ફરાર દંપતી સુમિત રાવલ અને નીલિમા રાવલ ની ધરપકડ કરી છે.

આ પતિ પત્ની છેલ્લા છ મહીનાથી અહીં ફ્લેટ ભાડે રાખીને રહે છે.જ્યારે તેઓ અમેરિકામાં રહેતા નાગરિકોને ફોન કરીને લોન આપવાની લાલચ આપીને એડવાન્સમાં કેટલાક રૂપીયા ભરાવીને છેતરપિંડી કરતા હતાં. સુમિત અને નીલિમા 3 વર્ષ થિ આ કોલ સેન્ટર ચલવત હતાં.પોલીસ ને લેપટોપ માથિ યું એસ એ પોલીસ નો એક ધરપકડ વોરંટ પણ માડી આવયો હતો જેમ બન્ને વિરૂદ્ધ છેતરપિંડી નો ગુનો નોંધાયેલ છે.

 

સુચવેલા સમાચાર