અમદાવાદઃજગન્નાથજીની રથયાત્રા પુર્વે ચંદન યાત્રા

Apr 29, 2017 03:02 PM IST | Updated on: Apr 29, 2017 03:02 PM IST

૨૫ મી જુનાના રોજ ભગવાન જગન્નાથની ૧૪૦મી રથયાત્રા જયારે યોજવા જઈ રહી છે ત્યારે તે પૂર્વે આજે રાથ પૂજન કરવામાં આવ્યું હતું આ રથ પૂજન ને ચંદન યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે આજ થી રથયાત્રા ના તમામ શુભ કર્યો ની શરૂઆત થાય છે.

અસાઢી બીજના પર્વે ભગવાન જગન્નાથ જી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર  નગર ચર્યા એ નિકલલી ને ભક્તો ને ભાવ થી દર્શન આપે છે. તે પવન પર્વ પહેલા અનેક વિધિઓ જોડાયેલી હોય છે. તેનું શુભ મુર્હુત આજે એટલે કે અક્ષયતૃતીયાના રોજ કરવામાં આવ્યું હતું. આજે ભગવાન ના નગર ચર્યા ના જે એતિહાસિક રથ છે તેનું પૂજન કરવામાં આવ્યું અને ગઢ સ્થાપન કરવામાં આવ્યું હતું. આજથી રથ ના સમારકામ અને રંગ રોગાન ની કામગીરી હાથ ધરાશે.

અમદાવાદઃજગન્નાથજીની રથયાત્રા પુર્વે ચંદન યાત્રા

આ એતિહાસિકરથનું પૂજન થયું તે પૂજન ને ચંદન યાત્રા ના નામે પણ ઓળખાય છે. ત્રણેય રથમાં ચંદન ના લાકડા પણ મુકવામાં આવે છે ચંદન યાત્રાનું જગન્નાથ પુરી સાથે વિશેષ મહત્વ જોડાયેલું છે અમદાવાદ માં તો વર્ષો થી એજ  જ રથ વપરાય છે પરંતુ પુરીમાં દર વર્ષે નવા રથ બનાવામાં આવે છે.. અને પુરીમાં ચંદનના લાકડામાંથી રથ બનવાય છે. માટે આજના દિવસે રથ માટે ના લાકડા ની પસંદગી આજ થી કરવામાં આવે છે. આજે પણ પુરી માં મંદિરના સાધુઓ જંગલમાં જઈ ને લાકડા લેવાની શરૂઆત કરે છે અને રથ બનવાની કામગીરી લાકડા લીધા બાદ શરુ થાય છે માટે આજ ના દિવસે તેનું વિશેષ મહત્વ છે.

સુચવેલા સમાચાર