ભારતની વિરાટ જીત માટે હિન્દુઓએ પ્રાર્થના,મુસ્લિમોએ કરી દુવા

Jun 04, 2017 12:17 PM IST | Updated on: Jun 04, 2017 12:17 PM IST

ભારત જીતે તે માટે હિન્દુઓએ પ્રાર્થના તો મુસ્લિમોએ દુવા કરી હતી. અમદાવાદમાં મુસ્લિમોએ ભારતની જીત માટે દુવા કરી હતી. પાકિસ્તાન પરાસ્ત થાય તે માટે ભારતીઓએ પ્રાર્થના કરી હતી.

duva

ભારતની વિરાટ જીત માટે હિન્દુઓએ પ્રાર્થના,મુસ્લિમોએ કરી દુવા

 

ભારતની જીત માટે દેશભરમાં દુઆ કરવામાં આવી રહી છે. મેચને લઇ બુમરાહના ઘરે ઉત્સાહનો માહોલ છે. બુમરાહ સારુ પ્રદર્શન કરે તેવી તેમના મમ્મીએ પ્રાર્થના કરી હતી.

bumrah ma

1 વર્ષ બાદ ક્રિકેટના મેદાનમાં ભારત-પાકિસ્તાન ફરી એકવાર આમને સામને છે.બંને દેશોના ક્રિકેટ પ્રશંસકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ચેમ્પિયન ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે. પાકિસ્તાન ક્યારેય ફાઇનલમાં પહોચ્યુ નથી. બપોરે 3 કલાકે મહામુકાબલો શરૂ થશે. ચેમ્પિયન ટ્રોફીમાં બે વખત ભારત ચેમ્પિયન રહી ચુક્યુ છે.

hardik pita

મેચને લઇ વડોદરા વાસીઓમાં અનેરો ઉત્સાહ છે. હાર્દિક પંડ્યાના પિતાએ ભારતની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સુચવેલા સમાચાર