રાજકોટઃચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી,સમીર શાહની પેનલ સામે ભરાયા 34 ફોર્મ

Apr 10, 2017 08:22 PM IST | Updated on: Apr 10, 2017 08:22 PM IST

રાજકોટઃરાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સની આગામી ૨૯ એપ્રિલ ચુંટણી યોજાનાર છે. તેમાં તત્કાલીન ચેમ્બર પ્રમુખ સમીર શાહની એક્ટીવ પેનલ સામે ઉપેન્દ્ર મોદી અને જીતુભાઈ અદાણીની નવસર્જન પેનલના ઉમેદવારોએ ચુંટણી જંગ માં ઝુકાવતા સ્થાનિક વેપાર ઉદ્યોગઆલમનું રાજકારણ ગરમ બન્યું છે.

આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિને નવ સર્જન પેનલના ૩૪ થી વધુ ઉમેદવારોએ ઉમદવારી કરી છે. આ અગાવ ૪૮ ઉમેદવારી ફોર્મ એક્ટીવ સહીત ના પેનલ ઉમેવારો એ ઉમેદવારી ફોર્મ રજુ કર્યા છે. ત્યારે ફોર્મ પરત ખેચવા માં સમાધાન નહિ થાય તો એક્ટીવ અને નવ સર્જન વચ્ચે ટક્કર ના  એધાણની શક્યતા દર્શાવી રહી છે.

રાજકોટઃચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી,સમીર શાહની પેનલ સામે ભરાયા 34 ફોર્મ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર