15 જૂન સુધીમાં તેમનો પ્રસ્તાવ ફી નિયમન કમિટીને આપોઃહાઈકોર્ટનો શાળા સંચાલકોને આદેશ

May 04, 2017 02:09 PM IST | Updated on: May 04, 2017 02:09 PM IST

સ્કૂલ ફી માટે બનેલા કાયદા અને નિયમને પડકારાયા છે.હાઈકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત છે કે સરકારે બનાવેલો કાયદો યોગ્ય છે.તમામ શાળાના છેલ્લા ત્રણ વર્ષના એકાઉન્ટની માહિતી માગી છે.તમામ શાળાઓ પાસેથી સૂચનો મંગાવાયા છે.શાળાઓના ખર્ચ અને નફા અંગે તપાસ થશે.શાળા દ્વારા થતા નફા પર રોક લગાવીશું.તમામ પ્રક્રિયા બાદ ફી નિર્ધારણ કરીશું.હાઈકોર્ટનો શાળા સંચાલકોને આદેશ કર્યો છે કે,15 જૂન સુધીમાં તેમનો પ્રસ્તાવ ફી નિયમન કમિટીને આપો

હાઈકોર્ટમાં શાળા સંચાલકોની રજૂઆત હતી કે,રાજ્ય સરકાર ગુણવત્તાભર્યું શિક્ષણ આપવામાં નિષ્ફળ છે.રાજ્ય સરકારની બેદરકારીના લીધે ખાનગી શાળાઓ વધી છે.નફાખોરી કરીએ તો જરૂર પગલાં લો,દર વર્ષે ફી વધારવાના હક પર સરકાર તરાપ ના મારે.વધતાં જતાં પગાર અને અન્ય સવલતો માટે જે ફી લઈએ છીએ તે યોગ્ય છે.ફી નિયમનના નામે 3 વર્ષ સુધી એક જ ફી રાખવાનો નિર્ણય અયોગ્ય છે.

15 જૂન સુધીમાં તેમનો પ્રસ્તાવ ફી નિયમન કમિટીને આપોઃહાઈકોર્ટનો શાળા સંચાલકોને આદેશ

હાઈકોર્ટએ રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે,રાજ્યમાં કેટલી શાળાઓ છે.ગુજરાત બોર્ડ, CBSC,અને અન્ય બોર્ડની કેટલી શાળાઓ છે.આ વર્ષે કાયદો અમલમાં આવશે ખરો ?

હાઈકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે,રાજ્યમાં અંદાજે 16 હજાર જેટલી શાળાઓ છે.શાળાઓને હાલ શરતોને આધિન છૂટ આપવામાં આવી છે. ગત વર્ષની ફી મુજબ હાલ ફી વસુલવા છૂટ આપવામાં આવી છે.

હાઈકોર્ટની ટકોર હતી કે,આ કેસમાં વિવિધ પાસાની છણાવટની જરૂર છે.હાઈકોર્ટે હાલ શાળા સંચાલકોને કોઈ વચગાળાની રાહત ના આપી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર