સિંધી સમાજને રાજ્ય સરકારે આજે કઇ ભેટ આપી છે જાણો

Mar 29, 2017 08:34 PM IST | Updated on: Mar 29, 2017 08:34 PM IST

અમદાવાદઃ આજ રોજ ચૈત્ર સુદ એકમ ચેડીચંડનો તહેવાર એટલે સિંધી સમાજના ઈષ્ટદેવ ઝુલેલાલ ભગવાનની જન્મ જયંતિ પર્વને સિંધી સમાજ નવું  વર્ષ તરીકે મનાવે છે. આજે ચેટીચંડ પર્વ નિમિત્તે  સિંધી સમાજ દ્વારા શહેરમાં   ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી.

ત્યારે આ શોભાયાત્રા ને લીલી જાનડી આપવા માટે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહયા હતા અને સિંધી સમાજ ને રાજ્ય સરકારે ભેટ આપી હતી. સીએમ એ જાહેરાત કરી હતી કે સિંધી સમાજ ના લોકો ને પાકિસ્તાન માં આવેલા સિંધી સમાજના મંદિરે દર્શન કરવા જવું હોય તેને સબસીડી આપવામાં આવશે જેની 25 લાખ રૂપિયા ની જાહેરાત કરી હતી.

સિંધી સમાજને રાજ્ય સરકારે આજે કઇ ભેટ આપી છે જાણો

સુચવેલા સમાચાર