નોટબંધી બાદ પણ યથાવત રહેશે વિકાસની ગતિ, જીડીપી દર 7.1 ટકા રહેવાનો અનુમાન

Mar 01, 2017 08:54 AM IST | Updated on: Mar 01, 2017 08:54 AM IST

નવી દિલ્હી #નવેમ્બર માસમાં કરાયેલ નોટબંધી બાદ બધાની નજર કેન્દ્રિય આર્થિક સંગઠન તરફથી નાણાકીય વર્ષ 2016-17 માટે જાહેર કરાનાર જીડીપી દર પર હતી. મંગળવારે સીએસઓએ આગામી વર્ષ માટે જીડીપી વૃધ્ધિના અનુમાનિત દરની જાહેરાત કરતાં કહ્યું કે, જીડીપી દર 7.1 ટકા રહેવાનું અનુમાન છે.

સીએસઓ તરફથી જાહેર કરાયેલ જીડીપી ગ્રોથના અનુમાનિત આંકડા અંગે પ્રતિક્રિયા પર આર્થિક બાબતોના સચિવ શક્તિકાન્ત દાસે પોતાની પ્રતિક્રિયા આપી છે. નોટબંધીને યોગ્ય ગણાવતાં એમણે કહ્યું કે, જીડીપીના તાજા આંકડાઓએ નોટબંધીની પ્રતિકૂળ અસરોની સંભાવનાઓને ખોટી સાબિત કરી છે.

નોટબંધી બાદ પણ યથાવત રહેશે વિકાસની ગતિ, જીડીપી દર 7.1 ટકા રહેવાનો અનુમાન

સીએઓએ વર્ષ 2016-17 માટે જીડીપી વૃધ્ધિના અનુમાનિત દર જાહેર કરતાં કહ્યું કે, કૃષિ અને અન્ય સંબંધિત ક્ષેત્રનો વૃધ્ધિ દર 4.4 ટકા રહેવાનું અનુમાન છે જે ગત વર્ષની સરખામણીએ 0.8 ટકા વધુ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર