કેન્દ્ર સરકારની લગામ: હવે, મંત્રીઓ પણ નહીં લગાવી શકે લાલ લાઇટ

Apr 19, 2017 02:36 PM IST | Updated on: Apr 19, 2017 02:36 PM IST

નવી દિલ્હી #કેન્દ્ર સરકારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેતાં લાલ લાઇટ મામલે લગામ લગાવી છે. કેન્દ્ર સરકારે મંત્રીઓને પણ લાલ લાઇટનો ઉપયોગ કરવા પ્રતિબંધ ફરમાવ્યો છે અને માત્ર એમ્બ્યુલન્સ અને પોલીસને જ બ્લ્યૂ લાઇટના ઉપયોગની છૂટ આપવામાં આવી છે.

મોદી સરકારની કેન્દ્ર સરકારની આજે મળેલી કેબિનેટની બેઠકમાં લાલ લાઇટ મામલે મહત્વનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે કેન્દ્રિય મંત્રીઓને પણ લાલ લાઇટનો ઉપયોગ કરવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. હવેથી કેન્દ્રિય મંત્રીઓ પણ લાલ લાઇટનો ઉપયોગ નહીં કરી શકે. 1લી મેથી આ નિયમનો અમલ કરવાનો રહેશે. જોકે પોલીસ અને એમ્બ્યુલન્સને બ્લ્યૂ લાઇટ ઉપયોગમાં લેવા છૂટ આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારની લગામ: હવે, મંત્રીઓ પણ નહીં લગાવી શકે લાલ લાઇટ

કેબિનેટની બેઠક બાદ અરૂણ જેટલીએ આ મામલે વિગતો આપી હતી. વધુમાં એમણે ઇવીએમ મામલે કહ્યું કે, સરકારે વીવીપીએટી ઇવીએમ માટે મંજૂરી આપી છે. 2019ની ચૂંટણી vvpat ઇવીએમથી જ કરાશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર