ચોરી પર નિયંત્રણ માટે બોર્ડ પરિક્ષાર્થીઓને બુટ-મોજા ઉતરાવાયા,CCTVથી બાજનજર

Mar 15, 2017 04:42 PM IST | Updated on: Mar 15, 2017 05:43 PM IST

અમદાવાદઃગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને  ધો.૧૨ની બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. પરિક્ષા કેન્દ્રો પર પરિક્ષાર્થીઓ દ્વારા કાપલી કરી ચોરી કરવા પર નિયંત્રણ લાવવા કેન્દ્રો પર સીસીટીવી ફરજિયાત કરાયા છે ઉપરાંત જ્યા સીસીટીવી ન હોય તેવા કેન્દ્રો પર ટેબલેટ મુકાયા છે. તો અમદાવાદના સી.એન.વિદ્યાલય ખાતે બોર્ડ એકઝામ આપવા આવેલા પરિક્ષાર્થીઓની બેગ બહાર મુકાવવા ઉપરાંત તેમના જૂતા અને મોજા કઢાવી નાંખવામાં આવ્યા હતા.ચોરી કરવા ટેવાયેલા વિદ્યાર્થીઓ મોજામાં કાપલીઓ છુપાવતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

akjam1

રાજકોટ સીસીટીવી કેમેરા કેન્દ્રો પર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા આજથી શરૂ થઇ છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં કુસ 94 હજારથી પણ વધુ વિધ્યાર્થીઓ અને વિધ્યાર્થીનીઓ પરીક્ષા આપવાના હોઈ તેથી બોર્ડની ગાઈડલાઈન મુજબ તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા ફરજીયાત કરાવવામાં આવ્યા છે. તેમજ જે કેન્દ્ર પર સીસીટીવી ન હોઈ તે કેન્દ્રો પર ટેબ્લેટની ફાળવણી કરાવામા આવી છે. જેથી કોઈ પણ જાતની ગેરરીતી થાઈ તો તેને તુંરત જ પકડી શકાઈ. આ માટે જિલ્લાના 2976 બ્લોક માં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. તેમજ 379 બ્લોક કે જ્યા સીસીટીવી નથી ત્યાં ટેબલેટની ફાળવણી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર