મહેન્દ્રસિંહ ધોની હવે નહીં કહેવાય કેપ્ટન કુલ, ટી-20 અને વનડે ટીમની કપ્તાની છોડી

Jan 04, 2017 11:14 PM IST | Updated on: Jan 04, 2017 11:19 PM IST

નવી દિલ્હી #બુધવારે સાંજે ક્રિકેટ જગતમાં જાણે કે ભૂકંપ આવી ગયો, કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા મહેન્દ્રસિંહ ધોનીએ ટી-20 અને વનડે ક્રિકેટમાંથી કપ્તાની છોડી છે. તેમણે બીસીસીઆઇને આ અંગે જાણકારી આપી છે. ધોની ઇંગ્લેન્ડ વિરૂધ્ધ વનડે અને ટી20 સીરીઝમાં રમશે પણ કેપ્ટન નહીં રહે.

ધોની આ પહેલા ઓસ્ટ્રેલિયા સીરીઝ દરમિયાન ડિસેમ્બર 2014માં ટેસ્ટમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય કરી ચુક્યો છે. ધોનીએ 199 વનડે અને 72 ટી20 મેચોમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે.

મહેન્દ્રસિંહ ધોની હવે નહીં કહેવાય કેપ્ટન કુલ, ટી-20 અને વનડે ટીમની કપ્તાની છોડી

ઇંગ્લેન્ડ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત 5 જાન્યુઆરીએ થવાની છે. હવે એ જોવાનું રહેશે કે ધોની બાદ કોણ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બને છે. ધોનીની ટેસ્ટ ટીમની કેપ્ટની છોડ્યા બાદ વિરાટ કોહલીએ આ જવાબદારી ઉપાડી હતી. જોકે આ વખતે પણ વિરાટ ઉપર જ પસંદગીનો કળશ ઢોળાય એવું લાગી રહ્યું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર