કેપ્ટન અમરિંદર સિંહ બીજી વાર બન્યા પંજાબના સીએમ, સિધ્ધુએ પણ મંત્રી પદના લીધા શપથ

Mar 16, 2017 11:22 AM IST | Updated on: Mar 16, 2017 11:22 AM IST

ચંડીગઢ #પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહે ચંડીગઢના પંજાબ રાજભવનમાં મુખ્યમંત્રી પદના આજે શપથ લીધા. કેપ્ટન સાથે અન્ય 9 ધારાસભ્યોએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. બીજા ક્રમે બ્રહ્મ મોહિંદ્રાએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. તેઓ બેઅંતસિંહ સરકારમાં પણ ઉદ્યોગ મંત્રી હતા. એમના પછી ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા નવજોતસિંહ સિધ્ધુએ પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા.

સિધ્ધુ પછી મનપ્રિતસિંહ બાદલે પણ મંત્રી પદના શપથ લીધા હતા. તે ભટીંડા શહેરની બેઠક પરથી ધારાસભ્ય પદે ચૂંટાયા છે. તેઓ પણ બાદલ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. ચોથા નંબરે સાધુ સિંહ ધર્મસોતે શપથ લીધા હતા. તેઓ કેપ્ટનના ઘણા નજીક હોવાનું માનવામાં આવે છે. તેઓ સતત ચોથી વાર ચૂંટાયા છે. તેઓ દલિત સમુદાયના લોકપ્રિય નેતા છે.

કેપ્ટન અમરિંદર સિંહ બીજી વાર બન્યા પંજાબના સીએમ, સિધ્ધુએ પણ મંત્રી પદના લીધા શપથ

પાંચમા નંબરે તૃપ્ત રાજેન્દ્ર બાજવાએ શપથ લીધા હતા. તેઓ ફતેહગઢ ચૂડિયાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. તેઓ સતત પાંચમી વખત ચૂંટાયા છે. તેઓ જાટ શીખના લોકપ્રિય નેતા ગણાય છે. કહેવાય છે કે એમને લાકનિર્માણ વિભાગ આપવામાં આવી શકે એમ છે.

કપૂરથલાથી ચૂંટાયેલા રાણા ગુરજીત સિંહે છઠ્ઠા ક્રમે શપથ લીધા હતા. તેઓ જલંધરથી સાંસદ પણ રહી ચૂક્યા છે. આ વખતે તેઓ કપૂરથલાથી ચૂંટણી લડ્યા હતા.

સાતમા ક્રમે દલિત સમુદાયના નેતા ચરણજીત સિંહ ચન્નીએ શપથ લીધા હતા. તેઓ સતત ત્રીજી વખત કોંગ્રેસના ધારાસભ્ય બન્યા છે. આ અગાઉ તેઓ અપક્ષ તરીકે જીતતા આવ્યા છે.

અમરિંદરની કેબિનેટમાં અરૂણા ચૌધરીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. એમણે આઠમા ક્રમે શપથ લીધા હતા. તે સતત ત્રીજી વખત ધારાસભ્યે ચૂંટાયા છે. તેઓ દીનાનગરથી ચૂંટણી લડ્યા હતા. દલિત સમુદાયના મહિલા ધારાસભ્યને મંત્રી બનાવાયા છે.

નવમા ક્રમે રજિયા સુલ્તાનાએ શપથ લીધા હતા. તેમને રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો સોંપાઇ શકે છે. તેઓ અગાઉ કોંગ્રેસ સરકારમાં મુખ્ય સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે. પ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર