ચુંટણી લડવા માટે આપવી પડશે ફેસબુક-ટ્વિટરની માહિતી

Apr 09, 2017 06:21 PM IST | Updated on: Apr 09, 2017 06:21 PM IST

કેન્દ્ર સરકારે ચુંટણી પ્રક્રિયામાં સુધાર કરી નિયમોમાં બદલાવ કર્યો છે. જેને લઇ હવે ચુંટણી લડવાવાળા ઉમેદવારે ફેસબુક, ટ્વિટર સહિત સોશિયલ મીડિયા પર એક્ટીવ એકાઉન્ટની જાણકારી ચુંટણી આયોજને આપવી પડશે.

ચુંટણી આયોગના પરામર્શથી કાનૂન મંત્રાલયે નામાંકન સંશોધિત નિયમાવલીમાં વિભિન્ન પ્રકારના નામાંકન ફોર્મમાં કેટલાક સવાલોને જોડતા હવે આ પ્રકારની જાણકારીને અનિવાર્ય કરી છે.

ચુંટણી લડવા માટે આપવી પડશે ફેસબુક-ટ્વિટરની માહિતી

મંત્રાલયના જનપ્રતિનિધિત્વ કાનૂન અંતર્ગત નિર્વાચન નિયામાવલી 1961માં સંશોધન કરતા ઉમેદવારોને માટેના સવાલોમાં લાભના પદ પર તૈનાત રહેતા અને આપરાધિક કે વિતીન ગુનાઓના મામલે જાણકારી આપવી પણ અનિવાર્ય કરાઇ છે.

સુચવેલા સમાચાર