કેનેડાના ક્યૂબેકની મસ્જિદમાં હુમલો, પાંચના મોત, પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ

Jan 30, 2017 11:15 AM IST | Updated on: Jan 30, 2017 11:15 AM IST

નવી દિલ્હી #કેનેડાના ક્યૂબેકમાં હુમલાની ઘટના સામે આવી છે. ત્રણેક બંદૂકધારીઓ મસ્જિદમાં ઘૂસી આવ્યા હતા અને અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યા હતા. જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે.

અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા કરાયેલા આ હુમલાથી દહેશતનો માહોલ પ્રસરી ગયો હતો. અંધાધૂંધ ફાયરિંગ કરતાં મસ્જિદમાં હાજર લોકોમાં દોડધામ મચી હતી. જોકે કરાયેલા ફાયરિંગમાં પાંચ લોકોના મોત નીપજ્યાંનું તથા કેટલાક ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે.

આ હુમલાને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્રણ પૈકી બે શખ્સોને ઝડપી લીધા છે અને કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર