1 જુલાઇ સુધી આ કામ નહી કરો તો તમારુ પાનકાર્ડ થઇ જશે રિજેક્ટ!

Apr 26, 2017 03:59 PM IST | Updated on: Apr 26, 2017 03:59 PM IST

કેન્દ્ર સરકારએ નવો આદેશ કર્યો છે તે મુજબ 1 જુલાઇ 2017સુધી તમારુ પાનકાર્ડને આધારથી લિંક કરવું પડશે. જે લોકો આવું નહી કરે તેમના પાનકાર્ડ રિજેક્ટ થઇ જશે. આ કરવું એટલા માટે જરૂરી છે કેમ કે આ વર્ષથી ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવા માટે પાનકાર્ડ અને આધાર કાર્ડ બંને જરૂરી કરી દેવાયા છે. આ માટે જો તમારુ પાનકાર્ડ જ રીજેક્ટ થયું હશે તો ઇન્કમટેક્સ રિટર્ન પણ ભરી શકાશે નહી.

કોણ ઝડપી કરે

1 જુલાઇ સુધી આ કામ નહી કરો તો તમારુ પાનકાર્ડ થઇ જશે રિજેક્ટ!

આધાર નંબરને પાનકાર્ડથી લીંક કરવા માટે તમારે ઇન્કમટેક્સ ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર લોગઇન કરી રજિસ્ટ્રેશન કરાવું પડશે. જે લોકોના નામ બેંક એકાઉન્ટ અને આધારમાં અલગ અલગ છે તેમણે લિંકમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

શું કરવું પડશે

પાનકાર્ડ,આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટમાં અપાયેલી તમારી ડીટેઇલ અલગ હોય તો પાનકાર્ડ અથવા આધારકાર્ડમાં સુધારા માટે અરજી કરવી પડશે. પાનકાર્ડમાં સુધારા માટે અરજી ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર કરી શકાય છે. જ્યારે આધારમાં સુધારો કરવા માટે આધાર કેન્દ્ર જઇ સુધારો કરાવી શકાય છે.

સુચવેલા સમાચાર