કાળુનાણું જાહેર કરવા સરકારે આપી વધુ એક તક,જાણો નવી તારીખ

Apr 23, 2017 03:12 PM IST | Updated on: Apr 23, 2017 03:12 PM IST

નોટબંધી પછી સરકારે કાળુનાણું બહાર લાવવા લગાતાર સમયાંતરે કદમ ઉઠાવ્યા છે. સરકારે હવે અઘોષિત ઇન્કમ જાહેર કરવા માટે એક વધુ ડેટલાઇન જાહેર કરી છે. હવે 10 મે સુધી કાળુનાણું જાહેર કરી શકાશે. આ સુવિધા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અનુસાર છે.

આ લોકોને માટે હશે સુવિધા

કાળુનાણું જાહેર કરવા સરકારે આપી વધુ એક તક,જાણો નવી તારીખ

10મે સુધી કાળુનાણું જાહેર કરવાનો મોકો માત્ર એ લોકોને અપાયો છે, જે લોકો 31 માર્ચ સુધી ટેક્સ, સરચાર્જ અને પેનલ્ટી ભરી દીધી છે. અને 30 એપ્રિલ સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને લઇ રકમ જમા કરાવી ચુક્યા છે. જેમણે દેનદારી જમા કરાવી છે તે 10 મે સુધી ડિક્લેરેસન જમા કરાવી શકે છે.

વારંવાર તારીખમાં વધારો

સરકારે વારંવાર પીએમજીકેવાઇની ડેટલાઇન વધારી છે. હવે નવી તારીખ 10મે કરી છે આ તારીખ સુધી અઘોષિત નાણું બહાર લાવી શકાય છે. પહેલા ખુલાસાની આખરી તારીખ 30 એપ્રિલ હતી. 31માર્ચથી વધારી 30 એપ્રિલ કરવામાં આવી હતી. આ યોજના 17 ડિસેમ્બર લોન્ચ કરાઇ હતી. જેમાં કાળુનાણું જાહેર કરી 50 ટકા ટેક્સ અને દંડ ભરી કાયદેસર કરી શકાય છે.

સુચવેલા સમાચાર