ઘરના ઘરનું સપનું હવે થશે પુરુ, પીએફ એકાઉન્ટના નિયમોમાં થઇ રહ્યો છે ફેરફાર

Mar 15, 2017 08:19 PM IST | Updated on: Mar 15, 2017 08:19 PM IST

કેન્દ્ર સરકારે વહેલી તકે એપ્લોઇજ પ્રોવિડેટ ફંડ મેમ્બર(ઇપીએફઓ)ના નિયમોમાં બદલાવની તૈયારી કરી છે. આ બદલાવ પછી તમે ઘર ખરીદવા માટે પીએફ એકાઉન્ટની જમા 90 ટકા સુધીની રકમનો ઉપયોગ કરી શકશો. આનાથી લોકોને ઘર ખરીદવા દરમિયાન ડાઉન પેમેન્ટ કરવામાં બહુ મદદ મળી જશે.

શું બદલાઇ જશે.

ઘરના ઘરનું સપનું હવે થશે પુરુ, પીએફ એકાઉન્ટના નિયમોમાં થઇ રહ્યો છે ફેરફાર

કેન્દ્ર સરકારે બુધવારે સંસદમાં જણાવ્યું કે ઇપીએફઓથી પૈસા નિકાળવાના નિયમોમાં બદલાવ કરાઇ રહ્યો છે. નિયમ બદલી લોકોને ઘર ખરીદવા માટે 90 ટકા રકમ નિકાળી શકશે. આ સિવાય પીએફ એકાઉન્ટથી મેમ્બર ઇએમઆઇ પણ ચુંકવી શકશે. જો કે આ માટે 10 પીએફ મેમ્બરે સંગઠીત થઇને એક કો.ઓપરેટિવ સોસાયટી બનાવવી પડશે. આ પછી પીએફ એકાઉન્ટથી રકમ નીકાળી શકશે.

શું કહ્યુ સરકારે

કેન્દ્રીય શ્રમ મંત્રી બંડારુ દતાત્રેયએ સંસદમાં જણાવ્યું કે સરકાર એપ્લોયીઝ પ્રવિડેટ ફંડ સ્કીમ,1952માં સંશોધન કરી રહી છે, આ બદલાવ પછી 10 કે તેથી વધુ પીએફ મેમ્બર મળી કો.ઓપરેટીવ સોસાયટી અને હાઉસિંગ સોસાયટી બનાવી પોતાના એકાઉન્ટથી ઘર ખરીદવા માટે 90 ટકા સુધીની રકમ નિકાળી શકશે. આ રકમ ફક્ત મકાન ખરીદવા જ નહી પરંતુ મકાન બનાવવા માટે પણ નિકાળી શકાશે.

(एजेंसी इनपुट भी)

સુચવેલા સમાચાર